માણસા જનરલ હોસ્પિ.ના સુવિધા સભરના નવીન મકાનનું લોકાર્પણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માણસાશહેરની વર્ષોથી શિક્ષણ અને આરોગ્યની બાબતે શહેરના શ્રેષ્ઠી દાતાઓ દ્વારા ચિંતા કરી અને શૈક્ષણિક સંકુલથી લઇ કોલેજ સુધી તે સમયથી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેજ રીતે સિવિલ હોસ્પિટલની પણ સગવડ કરવામાં આવી હતી. લાંબો સમય વિતવાના કારણે જર્જરિત બની ગયેલી અને સમય સાથે સગવડતા માગતી હોસ્પિટલ અગ્રણીઓ અને રાજકિય પ્રયાસો દ્વારા જિલ્લા કક્ષાની અપગ્રેડ કરી જીલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલ સંપુર્ણ સુવિધાઓ સાથે બનાવવામાં આવી છે. જેનું શુક્રવારે આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર, માણસા શહેરની સિવિલ હોસ્પિટલનુ નવિનીકરણ કરી સંપુર્ણ સુવિધાઓથી સજ્જ એવી જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલના દરજ્જા સાથે નવ નિર્મિત કરવામાં આવ્યુ છે. જેનું શુક્રવારે આરોગ્ય મંત્રી નિતીન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરના નાગરીકો અને અગ્રણીઓ, રાજકીય આગેવાનોને સંબોધતા મંત્રીએ માણસા શહેર વર્ષોથી પ્રજાની આરોગ્ય અને સુખાકારીની ચિંતા કરતુ આવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ. સિવિલ હોસ્પિટલના નવીનીકરણની રાજકીય આગેવાનો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. તેને ધ્યાને લઇ ગતીશીલ ગુજરાતની સરકારે તે અંગે ગંભીરતા પુર્વક તે દિશામાં પ્રયાશો હાથ ધરી હોસ્પિટલને અદ્યતન રીતે સંપુર્ણ રીતે સજ્જ કરી જિલ્લાકક્ષાની ૧૦૦ બેડની સારા ડોકટરોની સેવા પુરી પાડતી હોસ્પિટલ તરીકે આજે પ્રજા માટે ખુલ્લી મુકી છે.

પ્રસંગે જળ સંચય નિગમના ચેરમેન ગણેશભાઇ ચૌધરી, જિલ્લા ભાજપના હોદ્દેદારો અનિલ પટેલ, મગનભાઇ પટેલ, તા.પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, ન.પા.પ્રમુખ નિતાબેન પટેલ, શહેર પ્રમુખ યોગેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસી ધારાસભ્યને આમંત્રણ નહીં છતાં શુભેચ્છા સંદેશ મોકલ્યો

કાર્યક્રમનીપત્રિકામાં સ્થાનિક ધારાસભ્ય અમિત ચૌધરીનુ નામ નહી હોવાના કારણે કોગ્રેસના કાર્યકરો રોષ હોવા છતાં તેઓ લોકહીતનુ કાર્ય હોઇ વિરોધ પ્રદશન નહી કરવાની સાથે શુભેચ્છા સંદેશ પણ મોકલાવ્યો હતો. શુભેચ્છા સંદેશ બદલ મંચ પરથી તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

લોકાર્પણ અંગે માણસા શહેરના જાગૃત નાગરીકો દ્વારા સારા કાર્યક્રમનુ સન્માન છે પરંતુ સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચી જયા હતી ત્યા છેવાડે જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલ બનાવી તેની જગ્યાએ જો આજના વિકસેલ બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં જો હોસ્પિટલ બનાવવામાં આવી હોત તો હજારોની સંખ્યામાં અને વાસ્તવિક ગરીબ દર્દીઓ પણ સરળતાથી પોતાની કે પરીવારજનની માંદગીના સમયે સેવાનો લાભ લઇ શકત અને હાલ માણસામાં પ્રાઇવેટ હોસ્પીટલના ડોકટરો દ્વારા રૂા.૨૦૦ થી ૪૦૦ વિઝીટીગ ફી તેમજ તેના પાછળ અન્ય હજારો રૂપિયાના ખર્ચા કરાવી જે લુટ ચલાવાઇ રહી છે. તેમાં પણ ઘટાડો થાત. માણસા બસ સ્ટેન્ડ થી સિવિલ હોસ્પિટલ બે થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલી છે જેથી કોઇ દર્દીને હોસ્પિટલે જવુ હોય તો માત્ર રિક્ષા ભાડુ ૫૦ રૂપિયા થાય છે.

હોસ્પિટલ માણસા શહેરથી દૂર હોવાથી હાલાકી

માણસા પંથકનાં ગ્રામ્ય વિસ્તારનાં નાગરીકો માટે આશિર્વાદ સમાન માણસા જનરલ હોસ્પીટલનું નવીનીકરણ કરી આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. } હરીશચંદ્રસિંહ રાઓલ

અન્ય સમાચારો પણ છે...