માણસામાં જુગારના દરોડા: 7 ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાપંથકમાં જુગાર રમવા સંબંધે પોલીસે 3 સ્થળોએ પાડેલા દરોડા દરમિયાન કુલ રૂપિયા 12 હજારના મુદ્દામાલ સાથે 7 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં. બીજી બાજુ નાઇટ રાઉન્ડ દરમિયાન મહુડીમાં મંદિર આસાપાસના વિસ્તારમાંથી પીધેલી હાલતમાં 3 શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

માણસા શહેરમાં વીજાપુર રોડ પર જુગાર રમતા અલ્કાપુરી સોસાયટીના રહીસ રાકેશ કાળુભાઇ સીંધી, સજ્જનપુરા ગામના ભરત આત્મારામ પટેલ અને ધમેડા ગામના નરેન્દ્ર રમણલાલા પટેલને રૂપિયા 3800ની રોકડ અને મુદ્દામાલ સાથે, તખતપુરા વિસ્તારમાં જુગાર રમતા ભરતસિંહ શંકરસિંહ ચાવડા તથા કનુસિંહ શંકરસિંહ ચાવડાને રૂપિયા 3930ના મુદ્દામાલ સાથે અને પુંધરા ગામે પ્રાથમિક શાળાના મેદાનમાં જુગાર રમતા રાકેશ દલપતસિંહ રાઠોડ તથા ભરત વેલાભાઇ દેવીપૂજકને રૂપિયા 4290ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતાં.

દરમિયાન રાત્રીના સમયે મહુડી ગામમાં મંદિર આસપાસના વિસ્તારમાંથી પોલીસે નાઇટ રાઉન્ડ દરમિયાન અમદાવાદના રાણિપ વિસ્તારના મહેબુબ ગુલાબમીયાં શેખ, ગાંધીનગરમાં સેક્ટર 24ના ઇન્દિરાનગરના રહિસ નટવર મોતીભાઇ મારવાડી અને પેથાપુરના રહેવાસી ભગાજી દલાભાઇ દંતાણીને ચિક્કાર નશો કરેલી હાલતમાં ઝડપી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...