માણસામાં અર્બુદા ક્રેડિટ સોસા.નું રૂપિયા 1. 17 કરોડમાં ઉઠમણું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં અર્બુદા મલ્ટી સ્ટેટ ક્રેડીટ સોસાયટીના ઇઠમણાનો વધુ એક કિસ્સો પ્રકાશિત થયો છે અને માણસા બ્રાન્ચના મેનેજર દ્વારા મુદ્દે સોસાયટીના પ્રમુખ તથા તેની પત્ની સામે ગ્રાહકો સાથે છેતપીંડી અને વિશ્વાસઘાત કરાયાની ફરિયાદ નોંધાવાઇ છે. નાણાં કૌભાંડમાં માણસા પંથકના 527 જેટલા બચતકર્તાઓના કુલ મળીને રૂપિયા 1.17 કરોડ ડુબી ગયાં છે. પોલીસે બારામાં ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

ફિક્સ ડિપોઝિટ, રીકરીંગ અને બચતખાતામાં વધુ વ્યાજ આપવાની જાહેરાતો કરીને તથા ટુંકી મુદ્દતની થાપણોમાં કહ્યાં પ્રમાણે વ્યાજ ચૂકવીને ઉપરાંત બ્રાન્ચ મેનેજર તરીકે સ્થાનિક વિસ્તારના જાણિતા વ્યક્તિની નિમણૂક કરીને શાખ ઉભી કર્યાં પછી વધુ ગ્રાહકો મેળવીને તથા લાબા ગાળાની થાપણો મેળવવાની અને આખરે હાથ ઉંચા કરી દેવાની મોડેસ ઓપેરેન્ડી પર અર્બુદા ક્રેડીટ સોસાયટીનું સંચાલન કરવામાં આવતાં આખરે સેંકડો લોકોના નાણાં ડુબી ગયા છે અથવા ફસાઇ ગયાં છે. માણસા શહેરમાં જુના એસટી ડેપોમાં મુસાફર સુવિધા સંકુલના નામવાળા મહાવીર કોમ્પલેક્સના પ્રથમ માળે ખોલવામાં આવેલી સોસાયટીના બ્રાન્ચ મેનેજર બાપુપુરા ગામના રહેવાસી વિશ્ણુભાઇ જીવણભાઇ ચૌધરીએ સંબંધમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ક્રેડીટ સોસાયટીના પ્રમુખ રાકેશ દેવેન્દ્ર અગ્રવાલ તથા તેની પત્ની એવી મુખ્ય વ્યવસ્થાપક આશાબેન રાકેશ અગ્રવાલને દર્શાવ્યા છે. સાથે તેમણે માણસા બ્રાન્ચનું તમામ રેકર્ડ પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને કાદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સોસાયટી દ્વારા શરૂઆતમાં ટુંકી મુદ્દતની પાકતી થાપણો ઉંચા વ્યાજ સાથે પરત કરવામાં આવી હતી. પરંતુ તા. 8 ફેબ્રુઆરી 2017થી ગ્રાહકોને તેમના નાણાં પરત કરવામાં ગલ્લાં તલ્લાં કરવાનું શરૂ કરી દેવાયું હતું. પરિણામે ગ્રાહકો ધક્કા ખાતા થઇ ગયાં હતાં. આખરે બ્રાન્ચ મેનેજરને પણ સોસાયટીના સંચાલકોએ જવાબ આપવાનું બંધ કરી દેતાં અને 527 જેટલા ગ્રાહકોએ બુમરાણ મચાવવાનું શરૂ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

બ્રાન્ચ મેનેજર દ્વારા સોસાયટીના પ્રમુખ-તેની પત્ની સામે ફરિયાદ

જુન 2014માં ખુલેલી બ્રાન્ચમાં 527 ગ્રાહકોના નાણાં ફસાઇ ગયાં

અન્ય સમાચારો પણ છે...