તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • Mansa રાયસણની સીમમાં ફોર્ચ્યુન ફ્લેટનાં ધાબા પર જુગાર રમતા 7 ઝડપાયા

રાયસણની સીમમાં ફોર્ચ્યુન ફ્લેટનાં ધાબા પર જુગાર રમતા 7 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની હદમાં રાયસણની સીમમાં આવેલા ફોર્ચ્યુન ફ્લેટમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમી ગાંધીનગર એસઓજી ટીમને મળતા દરોડો પાડ્યો હતો. જેમાં લોદરા, કુડાસણ, વાવોલ તથા ગાંધીનગરનાં 7 જુગારીઓ રૂ.77 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. ઇન્ફોસીટી પોલીસે જન્માષ્ટમી પુર્વે જુગાર પકડ્યા બાદ આરોપીઓ સાથે સેટીંગ કરીને છોડી દીધા હોવાનું ચર્ચાયા બાદ જુગારનાં કેસો બંધ થઇ જતા જુગારીઓને મોકળુ મેદાન મળી ગયુ હતુ. એસઓજીનાં આ દરોડાથી ઇન્ફોસીટી પોલીસની પોલ ખુલી પડી ગઇ છે.

વડસરની સીમમાં સાતેજ પોલીસનો દરોડો, 2 જુગારી ઝડપાયા, બાકીનાં ફરાર
જયારે સાંતેજ પોલીસે રૂ.51 હજાર સાથે બે જુગારીઓને પકડ્યા હતા. ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર એસઓજીની ટીમ રાયણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે રાયસણની સીમમાં જૈનમ બંગ્લોઝની સામે આવેલા ફોર્ચ્યુન ફ્લેટનાં નવા બની રહેલા ફ્લેટની અગાસી પર જુગાર રમાતો હોવાની બાતમી પીએસઆઇ વી કે રાઠોડની ટીમનાં અપોકો પ્રદિપસિંહ મનુસિંહને મળી હતી.

એસઓજી ટીમે બાતમીનાં આધારે દરોડો પાડીને કિરણ રાજેન્દ્ર પટેલ(રહે પટેલવાસ,લોદરા, માણસા), જયેશ ઉર્ફે માધો પશાભાઇ પટેલ(રહે બાલા હનુમાન,લોદરા), અર્પીત અરવીંદભાઇ પટેલ (રહે શેઠીયાપુરા, લોદરા), વિજય ગોવીંદભાઇ પટેલ (રહે ખુશાલપુરા, લોદરા), સંદિપ અશોકકુમાર પટેલ (રહે સનફ્લાવર હાઇટ્સ, કુડાસણ), ભૌમિક બાબુભાઇ પ્રજાપતિ (રહે શિવેષ સોસાયટી,વાવોલ) તથા કમલેશ બળદેવભાઇ પટેલ (રહે શુકન આઇ ફ્લેટ, કુડાસણ) જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

એસોજી ટીમે આરોપીઓ પાસેથી રૂ.47030ની રોકડ, આઇફોન સહિતનાં 6 મોબાઇલ રૂ.27 હજારની કિંમતનાં મળીને કુલ રૂ.77,030નો મુદ્દામાલ કબજે કરીને ઇન્ફોસીટી પોલીસને સોપીને જુગારાધારા હેઠળ ફરીયાદ નોંધાવી હતી. એસઓજીનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સાઇટનું બાંધકામ ચાલુ છે.

જયારે આરોપીઓનાં વાહનો અંગે જણાવ્યુ હતુ કે કોઇ આરોપીઓ પાસેથી વાહનોની ચાવી મળી નહોતી અને નીચે ઘણા વાહનો હોવાથી ગ્રાહકોનાં છે કે આરોપીઓનાં તે ખબર ન હોવાથી કબજે કરાયા નથી.

રાયસણ ગામમાંથી જુગારીઓ પકડાઈ ગયા
વડસર ગામથી ગોકુળપુરા જતા માર્ગ પર આવેલા સ્નેહલ પટેલનાં બોરકુવા પાસેનાં ખેતરમાં ખુલ્લામાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી પીએસઆઇ એલ એચ મસાણીની ટીમનાં અહેકો વિનોદસિંહને મળી હતી. પોલીસ પહોચતા લીંબડાનાં ઝાડ નીચે જુગાર રમાઇ રહ્યો હતો. પોલીસ દરોડો પાડતા જુગારીઓ ભાગ્યા હતા. જેમાં રોહીત શીવા પટેલ (રહે વડસર) તથા ભરત વિઠ્ઠલદાસ પટેલ (રહે વડસર) ઝડપાઇ ગયા હતા અને બાકીનાં ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પર તથા આરોપીઓ પાસેથી રૂ.51 હજારની રોકડ તથા મોબાઇલ મળી કુલ રૂ.55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...