તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરગાસણની બે સોસાયટીનાં 6 મકાનમાં ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરગાસણની રત્નરાજ સોસાયટીનાં બ્લોક નં ઇમાં 503માં રહેતા રવી સીડ્સ કોર્પોરેશન કંપનીનાં મેનેજર અરવિંદભાઇ પટેલ તેમના સસરાનું શ્રાધ્ધ હોવાથી પરિવાર સાથે માણસા ગયા હતા. સવારે સંબંધી કમુબેને ફોન કરીને જાણ કરતા તેમના ઘરની તિજોરીમાંથી સોનાનો સાડાત્રણ તોલાનો સેટ, 2 તોલાની સોનાની ચેઇન, પુત્રની બે તોલાની સોનાની ચેઇન, દોઢ તોલાનું સોનાનું ડોકીયુ, દોઢ તોલા વજનની સોનાની 3 વીંટીઓ, પત્નીની સોનાની દોઢ તોલાની 3 વીંટીઓ, પુત્રીની સોનાની 1 તોલાની બુટ્ટીઓ, પત્નીની 1 તોલાની બુટ્ટીઓ, પત્ની-પુત્રીનાં ચાંદીનાં બે જુડા, ચાંદીની બે ઝોડ સેરો તથા 1 જોડ ચાંદીનાં દોરા મળી તસ્કરો 13 તોલા સોનું તથા ચાંદીનાં દાગીનાં ઉઠાવી ગયા હતા. પોલીસે ચોરાયેલા દાગીનાની કિંમત રૂ.1,81,000 આંકી છે. આ જ સોસાયટીમાં આ ઇ બ્લોકમાં જ પ્રથમ માળે ઇ-103નું પણ તાળુ તુટ્યુ છે. પરંતુ મકાન માલીક બહાર હોવાથી શું ચોરાયુ તે જાણી શકાયુ નથી. ડી બ્લોકમાં ડી-202માં પણ ઇન્ટર લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો.

અનોખી ચોરી : બે સોસાયટીમાં ચોરી કર્યા બાદ તસ્કરો કેમેરા સામે મન મૂકી નાચ્યા...
ચોરી કર્યા બાદ બહાર નીકળયા ત્યારે એક તસ્કર સીસીટીવી કેમેરા સામે કપડું ઓઢીને નાચ્યો હતો. તસ્કરોએ ઘરના ઇન્ટરલોક તોડી નાખ્યા હતા. તસવીર: જગમાલ સોલંકી

શ્રીમદ રેસી.માંથી દાગીનાં ચોરાયા, અન્ય 3 ઘરમાં ચોરી
શ્રીમદ રેસીડેન્સીમાં રહેતા કલ્પનાબેને નોંધાવેલી ફરીયાદ પ્રમાણે શનિવારે બપોરે તાળુ મારીને ભરૂચ ગયા હતા. રવીવારે સવારે તેમનાં જુના મકાનમાં રહેતા સિધ્ધાર્થભાઇ પંડ્યાએ ફોન કરીને તમારા મકાનનાં દરવાજાનું ઇન્ટર લોક તુટેલુ છે અને દરવાજો અર્ધ ખુલ્લો છે. ચોરી થઇ હોવાનું લાગતા કલ્પનાબેન તથા પ્રકાશભાઇ તાબડતોબ ઘરે પહોચ્યા હતા. દરવાજાનું તાળુ ગાયબ હતુ અને ઇન્ટરલોક તુટેલુ હતુ. બેડરૂમમાં લાકડાનું કબાટ ખુલ્લુ હતુ અને કપડા તથા સામાન વિર વિખેર અને ફેંદેલી હાલતમાં પડ્યો હતો. કબાટનાં ડ્રોઅરમાં તપાસ કરતા સોનાની 3 તોલાની બંગડીઓ તથા ચાંદીનાં સિક્કાઓ મળી કુલ રૂ.60500નાં દાગીનાં ચોરાયા હોવાની ખબર પડી હતી. શ્રીમદ સોસાયટીમાં જ બ્લોક નં એમાં રહેતા મનોજભાઇ રાજારામસિંગ તથા બ્લોક નં બીમાં રહેતા યોગીનીબેન જયંતીભાઇ પટેલનાં ઘરમાં પણ ચોરી થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ. જો કે બંને પરીવારો બહાર હોવાથી શું શું ચોરાયુ તે જાણી શકાયુ નથી.

અન્ય સમાચારો પણ છે...