Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડેપો તંત્ર દ્વારા સવારની બસ બંધ કરતા મુસાફરો-છાત્રોને હાલાકી
માણસાતાલુકાના માણેકપુર ગામમાં છેલ્લા માસથી માણસાથી માણેકપુરની સેવા કોઇ કારણોસર બસ સેવા બંધ કરવામાં આવી છે. જેને લઇ અત્યાર સુધીમાં વારંવાર રજુઆતો લેખિત અને મૌખિક રીતે ડેપો મેનેજરને કરવામાં આવી છે પરંતુ પરીણામ મળતુ નથી. જેની આજે જાતે ખરાઇ કરવા માટે બસના પ્લેટફોર્મ પર ઉભા રહી નિયત સમયથી વધુ સમય સુધી રાહ જોવા છતાં બસ આવતાં તેઓએ ડેપો મેનેજરને અંગે તાત્કાલીક બસ શરૂ કરવાની માંગણી કરી હતી.
માણસાથી માણેકપુર જતાં મુસાફરો અને વિદ્યાર્થીઓ ઘરે પરત જવા માટે સવારે ૧૧ વાગ્યે છેલ્લા ઘણા વર્ષોથી જતી બસ કોઇ કારણ દર્શાવ્યા સીવાય છેલ્લા માસથી બંધ કરી દેવામાં આવી છે. જેને લઇને ગ્રામજનોએ બસને શરૂ કરવા માટે વારંવાર રજુઆતો કરવા છતાં પરિણામ શુન્ય રહેતા છેવટે તેઓએ ગામના ચુંટાયેલા તાલુકાના પ્રતિનિધી અને હાલના તાલુકા પંચાયતના પ્રમુખ જગતસિંહ બિહોલા તેમજ ગામના સરપંચ પ્રવિણસિંહ ચાવડાને રજુઆત કરી હતી. તેઓએ ગ્રામજનોને સાથે લઇ ૧પ દિવસ અગાઉ ડેપો મેનેજરને માંગણી કરી હતી.
માણસા તા. પં.ના પ્રમુખ અને માણેકપુર સરપંચે ડેપોની મુલાકાત લીધી