• Gujarati News
  • ઉમેદપુરામાં દીવાલ પડતા બે પશુના મોત

ઉમેદપુરામાં દીવાલ પડતા બે પશુના મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમેદપુરામાં દીવાલ પડતા બે પશુના મોત

માણસાનાંઉમેદપુરા વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશયી થતા દિવાસ પાસે બાંધેલી ગાય તથા વાછરડુ દબાઇ ગયા હતા. આસપાસનાં લોકોએ દોડી જઇને બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દબાઇ જવાથી ગાય તથા વાછરડાનું મોત નિપજ્યુ હતુ.

ઝુપડાવાસીઓનેકોમ્યુનીટી હોલમાં આશરો

માણસાનાંજુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાનાં કારણે ઝુપડામાં વસતા પરીવારો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે માણસા મામલતદારે પોતાની ટીમ સાથે આવા વિસ્તારોની મુલાકાત લઇને ઝુપડાવાસી બાળકોને કોમ્યુનીટી હોલમાં આશરો અપાવી ભોજનની વ્યવસ્થા કરાવી હતી.

સાદરામાંદિવાલ પડતા મહિલાને ઇજા

ચિલોડાપાસેનાં સાદરા ગામે તોફાની વરસાદનાં કારણે રાવલવાસમાં રહેતા જિવાભાઇ રાવલનાં મકાનની છત તુટતા સોનલબેન જીવાભાઇ રાવળને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેના પગલે સોનલબેનને ગાંધીનગર સિવિલમાં સારવાર બાદ અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા.

રસ્તાનુંધોવાણ અને વીજળી ડૂલ થઇ

ઠેરઠેર પામી ભરાઇ જવાના કારણે ગાંધીનગરમાં અનેક રસ્તાનું ધોવાણ થઇ ગયું છે. રસ્તા ઉપરનો ડામર ઉખડી જતાં અનેક રસ્તા ડિસ્કો માર્ગ બની ગયાં છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ રસ્તાની હાલત ભંગાર બની જવા પામી છે.જ્યારે વીજ તાર ઉપર ઝાડ તૂટી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઇ દજતાં કેટલાક સ્થળો અને વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો.

16કિ.મીની ઝડપે પવન ફૂંકાયો

વહેલીસવારથી ચાલુ વરસાદની સાથે પ્રતિ કલાકે 16 કિ.મીટરની ઝડપે વાવાઝોડા જેવો તેજ પવન ફૂકાવાનો શરૂ થતાં બિહામણું વાતાવરણ બની ગયું હતું. એક તરફ વરસાદ અને બીજી તરફ ભારે પવનના કારણે બાળકો રીત સરના ડરી ગયાં હતાં.

ચાલુકારે ઝાડ પડ્યું, જજનો બચાવ

ગાંધીનગરનાઘ-5થી ચ-5 રોડ ઉપરના 17/22 માર્ગ ઉપરથી સવારે ફેમિલી કોર્ટના જજ કાર લઇને પસાર થઇ રહ્યાં હતાં. ત્યારે એકાએક ચાલુ કાર ઉપર એક વક્ષ તૂટી પડ્યુ હતું. જો કે કોઇ ઇજા થવા પામી હતી. પરંતુ કારનો ભુક્કો બોલી ગયો હતો. સલામતી પૂર્વક જજને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.