વેપારી લઘુશંકા કરવા ગયા ડ્રોઅરમાંથી ~ 90 હજાર ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર : કાર પર કલર છે કહીને 40 હજારની તફડંચી

મહેસાણાનામાલગોડાઉ રોડ પર આવેલ સરદાર પટેલ શંકુલમાં આવેલ ફેબ્રીકેશનની દુકાનના માલિક લઘુશંકાએ ગયા અને ચોર દુકાનમા ટેબલના ડ્રોઅરમાંથી રોકડ રૂ 90હજાર ચોરી ગયો હતો. અંગે શહેર બી ડીવીજન પોલીસ મથકમાં ગુનો નોધાયો છે.

ઊંઝાના કહોડા ગામે રહેતા ચિરાગભાઇ પરષોતમભાઇ પટેલ મહેસાણા માલગોડાઉન રોડ પર આવેલ સરદાર પટેલ સંકુલમાં હાડવેર ફેબ્રીકેશનની દુકાન ધરાવે છે. મંગળવારે બપોરે 3 કલાકે તેઓ દુકાનની પાછળ આવેલા શૌચાલયમાં લઘુશંકાએ ગયા હતા. દરમિયાન ખુલ્લી દુકાનમાં પ્રવેશેલ ચોર અહી ટેબલના ડ્રોઅરમાં મુકેલ રોકડ રૂ 90હજારની ચોરી કરી પલાયન થઇ ગયો હતો.દુકાનમાં પરત ફરેલા ચિરાગભાઇએ ડ્રોઅરમાં મુકેલા નાણા જોતા સ્થાનીક વેપારીઓની પુછપરછ બાદ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પીએસઆઇ કે.એચ.ત્રિવેદીએ અહી નજીકની દુકાન અને બેંકની બહાર લગાવેલા સીસી કેમેરાના ફુટેજ મેળવવાની દિશામાં તપાસ લંબાવી છે.

અન્ય સમાચારો પણ છે...