તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસાના ગામડા સંઘો અંબાજી જતા સુમસામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજીનાભાદરવી પુનમના મેળાનું અનેરૂ મહત્વ છે. જે અંબાજી વિશ્વભરમાં કરોડો શ્રધ્ધાળુઓનું આસ્થાનું પ્રતિક બન્યુ છે. મા જગદંબાના આશિર્વાદ મેળવવા માટે સાત દિવસ લાખો શ્રધ્ધાળુઓ પગપાળા સંઘો લઇ અંબાજીના માર્ગે ધજા અને રથ સાથે પ્રસ્થાન કર્યુ છે. ત્યારે માણસા શહેર સહિત સમગ્ર તાલુકાના ગામોમાંથી સંઘો અને નાગરિકો માંના દર્શને જવા પ્રયાણ કર્યુ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારો જાણે કર્ફયુ પડયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સુમસામ બન્યા છે.

મા અંબાના ધામ એવા અંબાજીનું ભાદરવી પુનમનો સાત દિવસનો મેળો શરૂ થયો છે. સમગ્ર માણસા પંથકના તમામ ગામોમાંથી છેલ્લા એક માસની પુર્વ તૈયારીઓ બાદ માતાજીના રથોને શણગારીને હજારો ભક્તો સંઘો લઇ અંબાજીના માર્ગે નીકળી પડ્યા છે. ‘બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજી જતો માર્ગ ભક્તોથી ઉભરાઇ ગયો છે. તો બીજી તરફ તાલુકાનું કોઇ ગામ એવુ નહી હોય કે જયાંથી અંબાજીનો સંઘ જતો નહી હોય. તેમાં દરેક ગામેથી યુવાનો અને મહિલાઓ સંઘમાં જોડાઇ ગયા છે અને મા અંબાની ભક્તિનું ભાથુ બાધવા માટે પ્રતિ વર્ષની જેમ વર્ષે પણ સંઘોનું પ્રસ્થાન થયું છે. તાલુકાના દરેક ગામડા તેમજ શહેર પણ સુમસામ ભાસી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો