તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Mansa
 • માણસા શહેરમાં પાલિકા તંત્રના વાંકે બાળકો પર તોળાતું બિમારીનું જોખમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા શહેરમાં પાલિકા તંત્રના વાંકે બાળકો પર તોળાતું બિમારીનું જોખમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસાપાલિકાની બેદરકારીના કારણે શહેરના નાગરિકોની સાથે હવે શાળાના ભુલકાઓ પણ ભોગ બની રહ્યા છે. શહેરમાં આવેલી અનેક આંગણવાડીની આસપાસ ગંદકીના થર સાથે કચરાના ઢગલા ખડકાઇ ગયાં છે. બાળકોના આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવતા માણસા પાલિકાના સત્તાધિશો સામે રોષની લાગણી ભભૂકી ઉઠી છે.

છેલ્લા ઘણાં સમયથી આંગણવાડી આસપાસ પડેલા કચરાનો સમયસર નિકાલ કરવામાં આવ્યો નથી. તેના કારણે આંગણવાડીઓના ભુલકાઓને નાછુટકે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે અભ્યાસ કરવાની ફરજ પડે છે. તેમ છતાં ભુલકાઓના આરોગ્ય સાથે ચેડા કરનારા પાલિકાના અધિકારીઓ કે કોર્પોરેટરોનું પેટનું પાણી હલતુ નથી. આવનારી પેઢી સ્વચ્છતા સાથે શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાથે અવનવી યોજના અમલમાં છે અને તેના દ્વારા સ્વચ્છ ભારતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિવિધ સરકારી ઓફીસોને તેમના શહેરી વિસ્તારોને સ્વચ્છ રાખવા લાખો રૂપિયાની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવી રહી છે. પરંતુ સ્વચ્છતા જાળવવામાં માણસા પાલિકાના સત્તાધિશોમાં કોઇ ઉત્સાહ જણાઇ આવતો નથી અને શહેરીજનોના આરોગ્યની પણ કોઇ ચિંતા નથી. શહેરની અનેક આંગણવાડી આસપાસનો વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. જેને લઇ ભુલકાઓને નાછુટકે ગંદકી વચ્ચે અને તેની દુર્ગંધ વચ્ચે અભ્યાસ કરી રહ્યાં છે.

માણસા શહેરની અનેક આંગણવાડી આસપાસ છેલ્લા ઘણાં સમયથી ગંદકીના થર અને કચરાના ઢગલા થયા છે. તેનો નિકાલ કરવામાં નહીં આવતાં બાળકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બાળકોને અભ્યાસ કરવાની ફરજ પડી છે.

આંગણવાડી આસપાસ ગંદકીના થર સાથે કચરાના ઢગલાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો