તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા નગરપાલિકા વોર્ડ નં -3 માં આજે પેટા ચૂંટણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાશહેરનાં વોર્ડ નં 3નાં સદસ્યનું આકસ્મિક અવસાન થયા બાદ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે બંને પક્ષોએ બેઠકને અંકે કરવા એડી ચોટીનું જોર લગાવ્યુ છે. રવિવારે બેઠક પર ચૂંટણી યોજાવાની હોવાથી વોર્ડ નહી સમગ્ર માણસા શહેરનો રાજકીય માહોલ ગરમાઇ ગયો છે. ભાજપ શાસિત પાલિકામાં ભાજપ માટે પ્રતિષ્ઠા જાળવવા બેઠક જીતવી મહત્વની બની ગઇ છે.

જયારે બીજી તરફ 6 માસ બાદ પાલિકાની પણ ચૂંટણી આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઇને બુથ મેનેજમેન્ટથી લઇને ઘર ઘર સુધી હોદેદારો અને કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. જેમાં શહેર સંગઠનનાં પ્રમુખ યોગેશ પટેલ તથા મહામંત્રી જીતુભાઇ પટેલ તેમજ જયનારાયણ રાઓલ પણ કામે લાગી ગયા છે. જયારે બીજી તરફ કોંગ્રેસ માટે સીટ ભાજપ પાસેથી છીનવી આગામી પાલિકાની ચૂંટણી પુર્વે ભાજપ પ્રજા વિમુખ હોવાનું સાબિત કરવા મથી રહી છે.

બીજી તરફ કોંગ્રેસનું શહેર સંગઠન નબળુ પડી રહ્યુ છે. તેમ છતા ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી મોરચો સંભાળીને હોદેદારો તથા કાર્યકરોને સાથે લઇને જીત માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજે યોજાનાર ચૂંટણીમાં મતદારો તેમનો પરચો બતાવશે.

બંને પક્ષો માટે ચૂંટણી મહત્વની બનતા જંગ જામશે

અન્ય સમાચારો પણ છે...