માણસામાંથી પાંચ જુગારીઓની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાગાંધીનગર માર્ગ પર આવેલા વિજય કોમ્પલેક્ષનાં ભોયરામાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી માણસા પોલીસને મળી હતી. બાતમીનાં આધારે પીએસઆઇ ડી ગોહીલ તથા સરવૈયાની ટીમે દરોડો પાડતા જુગારીઓમાં દોડદામ મચી ગઇ હતી. પોલીસે દરવાજાને કોર્ડન કરીને જુગાર રમી રહેલા રાકેશ કેશવલાલ પટેલ, લાલા કચરાભાઇ પટેલ, ચિન્ટુ હઠ્ઠીસિંહ રાઓલ, ઘનશ્યામ ડાયાભાઇ પટેલ તથા રમેશ કાન્તીભાઇ પટેલને ઝડપી લીધા હતા. પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...