તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસાનાં વેડા ગામેથી દારૂ બનાવતી મિની ફેકટરી ઝડપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંદારૂની હેરાફેરી પર પોલીસે કડક હાથે પગલા લેવાનું શરૂ કરતા બુટલેગરોએ સ્થાનિક લેવલે બનાવટી વિદેશી દારૂ બનાવવાનો નવો કિમીયો શોધી કાઢ્યો છે. ગત દિવસોમાં માણસાની વિહાર ચોકડી પાસેથી વિદેશી દારૂ બનાવની મિની ફેકટરી પકડાયા બાદ માણસા તાલુકાનાં વેડા ગામેથી વધુ એક વિદેશી દારૂ બનાવતી ફેકટરી પકડાઇ છે. હુડકો વિસ્તારમાં રહેતા સ્થાનિક બુટલેગરે રાજસ્થાનથી મજુરોને બોલાવીને ડુપ્લીકેટ આરએસનું હોમ પ્રોડકશન શરૂ કરી દીધુ હતુ. શુક્રવારની રાત્રે માણસા પોલીસે સ્થળ પર દરોડો પાડીને 1.07 લાખનો મુદામાલ કબજે કરીને ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે શખ્સો સામે પ્રોહિબીશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા સત્રમાં ગુજરાતમાં વધી રહેલી દારૂની બદીને લઇને ગરમ ચર્ચા થઇ હતી. જેમાં બહારનાં રાજયોમાંથી દારૂ લાવીને ગુજરાતમાં બેફામ વેચાતો હોવાનાં આક્ષેપ પણ થયા હતા. પરંતુ હવે તો ગુજરાતમાં પણ વિદેશી દારૂ બનવા લાગ્યો છે. ગત વર્ષમાં ગાંધીનગર તાલુકાનાં અંબાપુર ગામેથી કેમીકલમાંથી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઇ હતી. જેનાં 3 માસ બાદ માણસા તાલુકાની વિહાર ચોકડી પાસેથી વધુ એક મિની ફેકટરી પકડાઇ હતી. ત્યારે માણસા તાલુકાનાં વેડા ગામેથી વધુ એક ફે્કટરી ઝડપાઇ છે. માણસા પોલીસનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર વેડા ગામે હુડકો સોસાયટીમાં કેમીકલનો ઉપયોગ કરીને બનાવટી વિદેશી દારૂ બનાવાતો હોવાની બાતમી પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઇને મળી હતી. જેમાં ચાર આરોપીઓ દારૂ બનાવતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. મકાનમાં દારૂનો વધુ જથ્થો જોવા મળતા પોલીસે આરોપીઓની કડકાઇ પુર્વક પુછપરછ કરતા બહારનાં વાડામાં કપાસની સાંઠીઓ નીચે દારૂ છુપાવાયો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેના પગલે પોલીસે વાડામાં જઇને તપાસ કરતા ડુપ્લીકેટ દારૂની બોટલો મળી આવી હતી.

ડુપ્લીકેટ દારૂ બનાવતા પકડાયેલા આરોપીઓ

પુષ્કરજી ચાંદમલજી ઓડ રહે નોગાવ, તા. ડુંગલા રાજસ્થાન, રતનલાલ માધવલાલ જાટ, રહે મલુકદાસખેન. તા ડુંગલા રાજસ્થાન, રાજુ દલીચંદ લૂહાર-રહે ડુંગલા, રાજસ્થાન, રાજુ રામસંગજી ઠાકોર(રહે વેડા, તા માણસા

અન્ય સમાચારો પણ છે...