તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા પાસેની ફેક્ટરીમાં બે મજુર વચ્ચે મારામારી થતા એકનુ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક મજુરે અન્ય મજુરના માથામાં ધોકો મારીને ઢીમ ઢાળી દીધુ

માણસાનાધોળાકુવામાં આવેલી મોર્ડન ફેક્ટરીમાં કામ કરતા બે મજુરો વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થતા ઝગડાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યુ હતું. જેમાં એક મજુરે બીજા મજુરને ત્યાં પડેલો ધોકો લઈ મોઢા તથા માથાના ભાગે ઢોર માર મારી ઘાયલ કરતાં ગંભીર રીતે ઘવાયેલ શખ્સને તાત્કાલીક અમદાવાદ સીવીલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયો હતો પરંતુ તેના શરીરમાં ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે સારવાર થતા સુધીમાં તે માતને ભેટ્યો હતો. જે બાબતે માણસા પોલીસને જાણ કરાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

માણસા તાલુકાના ધોળાકુવા ગામે આવેલી મોર્ડન એન્જીનીયરીંગ નામની ફેક્ટરીમાં ગતરોજ રાત્રીના અગીયાર વાગ્યે ફેક્ટરીમાં કામ કરતાં પ્રીતમસિંહ દોલતસિંહ (રહે.નીમોચની ધાણી, જી.રેવાડી, હરિયાણા) અને રાજેશ બિહારીલાલ કોરી વચ્ચે કોઈ કારણસર ઝગડો થયો હતો. ઝગડામાં ઉશ્કેરાયેલા પ્રિતમસિંહે ત્યાં પડેલો ધોકો હાથમાં લઈ રાજેશના મોઢા તથા માથાના ભાગે બેફામ રીતે મારવા ફરી વળેલો જેનાથી તે ગંભીર રીતે ઘવાયો હતો. જેને તાત્કાલીક અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.

પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનો જીવ બચી શક્યો નહોતો અને મોતને ભેટ્યો હતો. જ્યારે આરોપી પ્રિતમસિંહ ત્યાંથી ફરાર થઈ ગયો હતો જે બાબતે પોલીસે મારા-મારી ઉપરાંત હત્યા અંગેનો પણ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો