તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસાનો કિશોર 10 દિવસથી લાપતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા : શહેરમાં40વર્ષથી વસતા મધ્યપ્રદેશના મારવાડી પરિવારનો કિશોર દસ દિવસ અગાઉ તેની માતાને દુકાનનો માલ લેવા જઉ છું તેમ કહી નીકળેલો જે આજદિન સુધી પરત નહીં આવતા તેની માતાની હાલત ખૂબ દયનીય બની જવા પામી છે. જનેતાની પણ માનસિક હાલત ઠીક હોઈ આસપાસના લોકોની મદદથી પુત્ર ગુમ થવા અંગે માણસા પો.સ્ટેમાં પુત્રની ભાળ મેળવવા ફરિયાદ કરાઇ છે.

20 વર્ષિય મહાવીર કનૈયાલાલ શાહ ગત તારીખ 28-8-16 ના રોજ પોતાની કરિયાણાની દુકાનનો માલ લેવા માટે અમદાવાદ જાઉ છુ તેમ કહી નીકળેલો જે ચાર-પાંચ દિવસ સુધી ઘરે નહી આવતા તેની માતાએ પોતાનો પુત્ર પાંચ દિવસથી ઘરે ના આવ્યો હોવાની આસપાસના લોકોને જાણ કરતાં પડોશીઓએ તેના મિત્રવર્તુળ તેમ તેના મોબાઈલ નંબરોની માહિતી મેળવી ફોન કરતા તેના બંને મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો