તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Mansa
 • માણસા કોમર્સ કોલેજનાં પ્રિન્સીપાલની ગેરરીતિની તપાસ માટે કમિશનનું ગઠન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા કોમર્સ કોલેજનાં પ્રિન્સીપાલની ગેરરીતિની તપાસ માટે કમિશનનું ગઠન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયનીમોટા શૈક્ષણીક સંસ્થાનોમાં સામે આવી રહેલા ભ્રષ્ટાચાર અને આર્થિક ગોટાળાનાં કેસો વચ્ચે માણસાની સરકારી એસ ડી કોમર્સ કોલેજનાં પ્રિન્સીપાલ સામે તપાસ કરવાની ફરજ પડી છે. માણસાનાં જાગૃત નાગરીકનાં ધ્યાને ગોટાળા આવ્યા બાદ આરટીઆઇથી વિગતો મેળવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને કોલેજ તંત્રએ પણ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઇને હાઇકોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં કમિશન બેસાડીને તપાસ શરૂ કરાવડાવી છે.

દાતાઓની મદદથી માણસામાં એસ ડી આર્ટસ, કોમર્સ અને સાયન્સનું શિક્ષણ આપતી કોલેજ બની હતી. શિક્ષણ નગરી તરીકે ભુતકાળમાં ખ્યાતી ધરાવતા માણસાની કોલેજની સ્થાનિક પંથકમાં ઘણી પ્રતિષ્ઠા છે. પરંતુ કોલેજમાં પ્રિન્સીપાલ અને સ્ટાફની મિલીભગતથી ભ્રષ્ટાચાર, ફરજભંગ તથા ગેરરીતિ થઇ રહ્યો હોવાનું સ્થાનિક આરટીઆઇ એકટીવીસ્ટ રસીકભાઇ પટેલનાં ધ્યાને આવતા એક વર્ષ પુર્વે લડત આપવાનું નક્કી કરીને આગેવાનો સમક્ષ વાત ધરતા હિંમત વધારી હતી. જેના પગલે રસીકભાઇએ આરટીઆઇ કરીને માહિતી માંગી હતી. પરંતુ માહિતી આપતા અપીલમાં જતા યોગ્ય માહિતી મળતા સમગ્ર પ્રકરણ સામે આવ્યુ હતુ.

જેમાં કોમર્સનાં પ્રિન્સીપાલ દ્વારા ઘણા વર્ષોથી નાણાકીય વર્ષનાં અંતેની જંગી સિલક હાથ પર રાખીને અંગત ઉપયોગ કરવો, નિવૃત કર્મચારી દ્વારા ઉચાપતની ઘટનામાં પૈસાની રીકવરી થાય ત્યાં સુધી નિવૃતી પેપર આપવાનાં મંડળનાં નિર્ણય છતા લાંચ લઇને ખોટા દસ્તાવેજો ઉભા કરી પેન્સનર પેપર બનાવવા, યુજીસીની ગ્રાન્ટ તથા સ્ટુડન્ટ યુનિયન સંઘનાં નાણાનો નિયમ વિરૂધ્ધ ઉપયોગ કરીને લેપટોપ ખરીદવા, એક કંપની પાસેથી ખરીદેલા લેપટોપનાં બિલોમાં વિસંગતતા, પગાર ધોરણ તથા આર્થિક લાભો મંજુર કરવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરવા, વિદ્યાર્થીઓ દ્વારા નિયત સમયમાં ફી ભરી દેવા છતા યુનિવર્સીટીમાં નિયમ મર્યાદામાં જમા કરાવી અંગત લાભ સારૂ વાપર્યા હતા, જેનો દંડ રૂ. 3 લાખ વ્યાજ સાથે ચુકવી બોજ વિદ્યાર્થીઓ પર નાંખવો જેવી વિગતો સામે આવી હતી. સાથે સાથે ફરજ દરમિયાન કર્મચારીઓનું રજીસ્ટ્રર યોગ્ય રીતે નિભાવીને વ્હાલા દવલાની નિતી દાખવવી તથા કર્મચારીઓની નિયત મર્યાદા કરતા વધુ રજાઓ મંજુર કરવી જેવા આક્ષેપો પણ થયા હતા.

રસીકભાઇ દ્વારા સમગ્ર પુરાવા સાથે ઉચ્ચ શિક્ષણ કમિશનરને રજુઆત કરવામાં આવતા કોલેજ તંત્ર દ્વારા ગંભીરતા દાખવીને ડાયરેક્ટર દ્વારા માનદ મંત્રી ડો વી એસ શાહ સાથે ચર્ચા કરી હાઇકોર્ટનાં નિવૃત જસ્ટીસ એમ એમ સોનીની કમિશન અધિકારી તરીકે નિમણુક કરીને તપાસ હાથ ધરી છે.

પ્રિન્સીપાલ સામે ભ્રષ્ટાચાર, ફરજભંગ સહિત આર્થિક ગોટાળાનો આક્ષેપ

હાઇકોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં કમિશન દ્વારા તપાસ કરાશે

શિક્ષણ ક્ષેત્રમાં બાબત ચલાવી શકાય

પ્રિન્સીપાલનાંસમગ્ર પ્રકરણને સામે લાવનાર માણસાનાં જાગૃત નાગરીક અને આરટીઆઇ એક્ટીવીસ્ટ રસીકભાઇ સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે શિક્ષણ ક્ષેત્રમાં આવી ગંભીર બાબત ચલાવી શકાય. અમને કાગળોમાં જે માહિતી મળી તે ગંભીર હતી. મોવડી મંડળે કમિટીને તપાસ સોપી તે નિર્ણય યોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો