તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટનગરમાં બે વર્ષના વધુ એક બાળકને સ્વાઇફ્લૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપમાન ઉંચુ જતું હોવા છતાં કેસ મળતાં તંત્ર એલર્ટ

ગાંધીનગરજિલ્લામાં તાજેતરમાં લોદરા અને પાનસર ગામમાં સ્વાઇન ફ્લ્યૂના 2 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. ચાલુ વર્ષે 2 પોઝિટિવ કેસ પૈકી એક દર્દીનું મોત થયુ હતું. તે પછી સ્વાઇન ફ્લ્યૂએ પાટનગરમાં પગ પેસારો કરતાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. સેક્ટર-21માં 2 વર્ષના બાળકનો રિપોપ્ટ પોઝિટિવ મળ્યો છે. તેના પગલે મ્યુનિ. આરોગ્ય તંત્ર પણ સફાળુ જાગ્યુ છે.

ઉનાળાની ઋતુના આરંભથી તાપમાન ઉંચુ જઇ રહ્યું હોવા છતાં સ્વાઇન ફ્લ્યૂના એક પછી એક દર્દી મળતાં જિલ્લા આરોગ્ય તંત્રએ રોગચાળો વકરે તે પહેલાં તેને કાબુમાં લેવા અથાગ પ્રયાસો આદર્યા છે. જો કે તે માટે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટૂ ડોર સર્વે હાથ ધર્યો છે અને દર્દીના સંપર્કમાં આવનારા તમામ પરિવારજનોના લોહીના નમુના મેળવી ચકાસણી શરૂ કરાઇ છે. એચ1એન1થી 56 વર્ષના એક દર્દીનું મોત થયા પછી તંત્ર વધુ સજાગ થયુ છે.

ગાંધીનગરના સેક્ટર-21માં રહેતા એક પરિવારના 2 વર્ષના બાળકની તબિયત કેટલાક દિવસથી નાદુરસ્ત હતી. સ્થાનિક સારવાર કારાગત નિવડતાં તેને એપોલો હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન વિવિધ ટેસ્ટ બાદ સ્વાઇન ફ્લ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના પગલે સમગ્ર વિસ્તારમાં ડોર ટૂ ડોર સર્વે શરૂ કરાયો હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.વાય.તુલશિયને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હજુ સુધી કોઇ શંકાસ્પદ દર્દી મળી આવ્યો નથી. તેમ છતાં જીણવટભરી ચકાસણી ચાલુ રાખવામાં આવી છે.

ચાલુ વર્ષે 1 મોત અને 2 બાળકના કેસ પોઝિટિવ

ગયાઅઠવાડિયે ગાંધીનગર તાલુકાના ખોરજ ગામના ત્રણ વર્ષનો બાળક સ્વાઇન ફ્લ્યૂમાં સપડાયો હતો. તે પછી માણસા તાલુકાના લોદરાના 56 વર્ષના પુરૂષ સ્વાઇન ફ્લ્યૂમાં સપડાતા 11મી માર્ચના રોજ દર્દીનું મોત થયુ હતું. હવે આજે સેક્ટર-2માં સ્વાઇન ફ્લ્યૂનો કેસ નોંધાયો છે. આમ ચાલુ વર્ષે માર્ચ માસ દરમિયાન સ્વાઇન ફ્લ્યૂના એક દર્દીનું મોત થઇ ચૂક્યુ છે અને બે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે ગત વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 4 દર્દીના મોત થયા હતાં અને 14 કેસ પોઝિટિવ નોંધાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો