• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • બાળપણ કૃષ્ણ જેવુ, યુવાની રામ જેવી અને ઘડપણ મહાવીર જેવુ જોઇએ : જૈનાચાર્યો

બાળપણ કૃષ્ણ જેવુ, યુવાની રામ જેવી અને ઘડપણ મહાવીર જેવુ જોઇએ : જૈનાચાર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાતાલુકાનાં લોદરા સ્થિત શેઠ સી યુ વિદ્યાલયમાં યોજવામાં આવેલા સંસ્કાર સિંચન કાર્યક્રમમાં જૈનાચાર્ય વિવેકસાગરજી સૂરીશ્વરજી, મહેન્દ્રસાગરજી, રાજપધ્મસાગરજી તથા મેરૂપદ્મસાગરજીએ હાજર રહીને શાળાનાં બાળકો તથા સ્ટાફને આશિર્વચન આપ્યા હતા. જેમાં ભારતનાં મહાપુરૂષો તથા ભગવંતોનાં ઉદાહરણો આપીને જીવનમાં શિક્ષણની સાથે સંસ્કારનું મહત્વ દર્શાવ્યુ હતુ.

જૈનાચાર્યોનું શાળાનાં બાળકો દ્વારા સ્વાગત ગીતથી સ્વાગત કર્યા બાદ પોતાનાં પ્રવચનમાં શિક્ષણની સાથે ચારિત્ર્ય નિર્માણ કરતી શીખ આપી હતી. જેમાં માતૃવંદનાં, ગુરૂવંદના, સરસ્વતી વંદનાનું મહત્વ સમજાવીને બાળપણ કૃષ્ણ જેવુ હસતુ-રમતુ, યુવાની રામ જેવી સરળ અને સંયમી તથા ઘડપણ મહાવીર સ્વામિ જેવુ તપસ્વી અને પરમ તત્વની પાસે લઇ જવાવાળુ હોવુ જોઇએ તેવુ સમજાવ્યુ હતુ.

વધુમાં જણાવ્યુ હતુ કે ઉંચા વિચારો, કઠીન મહેનત તથા પાકા ઇરાદાથી કરવામાં આવેલુ કાર્ય ઉચ્ચકોટીનું હોય છે. એક પથ્થરની ઠોકરથી પડી જવાય છે, પરંતુ તે પથ્થરનું પગથીયુ બનાવીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

લોદરાની વિદ્યાલયમાં જૈનાચાર્યો દ્વારા શિક્ષણની સાથે સંસ્કારનું મહત્વ સમજાવતું વિદ્યાર્થીઓ સામે પ્રવચન આપ્યું હતું. તસ્વીર-હરીશચંદ્રસિંહરાઓલ

માણસાનાં લોદરાની શેઠ સી યુ વિદ્યાલયમાં વ્યાખ્યાન

અન્ય સમાચારો પણ છે...