માંડલમાં તંત્ર દ્વારા દબાણ હટાવવા દરમિયાન પોલીસ આવી જ નહિ

માંડલ | માંડલમાં હાજર હનુમાન વિસ્તારમાં દબાણ હટાવવા બાબતે માંડલ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી અને...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Mandal - માંડલમાં તંત્ર દ્વારા દબાણ હટાવવા દરમિયાન પોલીસ આવી જ નહિ
માંડલ | માંડલમાં હાજર હનુમાન વિસ્તારમાં દબાણ હટાવવા બાબતે માંડલ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી અને સરપંચ દ્વારા માંડલ મામલતદાર અને માંડલ તાલુકા વિકાસ અધિકારીને તા.14ના રોજ દબાણ હટાવવાનું છે તેની જાણ કરાઈ હતી અને માંડલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ લેખિત જાણથી પોલીસને શાંતિના જોખમાય તે માટે પોલીસને હાજર રહેવા પત્ર લખીને દબાણ હટાવવાની વખતે હાજર રહેવાની સૂચના આપી હતી ત્યારે માંડલના સરપંચ કૌશિક (હંસાબેન)ના કહેવા મુજબ દબાણના કેબિન હટાવવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારથી માંડલ પોલીસનો એક પણ કોન્સ્ટેબલ આવેલ ન હતા. પીએસઆઈ એ.એન. નિનામા દ્વારા એક પણ કોન્સ્ટેબલ દબાણની કામગીરીમાં ન મૂકતા સામાન્ય નાગરિકોમાં પોલીસ સામે રોષ જોવા મળેલ છે.

X
Mandal - માંડલમાં તંત્ર દ્વારા દબાણ હટાવવા દરમિયાન પોલીસ આવી જ નહિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App