• Gujarati News
  • નાણાંની માંગણીથી ત્રાહિમામ યુવકની પિતરાઇ સામે કોટર્માં ધા

નાણાંની માંગણીથી ત્રાહિમામ યુવકની પિતરાઇ સામે કોટર્માં ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વકતાપુરા ગામના રહેવાસી વીજય રમણલાલ પટેલ દાહોદમાં રહેતાં પોતાના પિતરાઇ ભાઇ વિનોદ પટેલ પાસે પારીવારિક સબંધોને કારણે નાણાં લઇ જતો હતો. ભાઇ હોવાને કારણે વીનોદ પટેલ પણ તેની મદદ કરતાં હતાં પરંતુ રૂપિયા માગવાની વીજય પટેલને ટેવ પડી જતાં વીનોદ પટેલે રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બાબતથી ઉશ્કેરાયેલા વીજય પટેલે લોહીના સબંધો નેવે મુકીને કૈફી પીણાના નશામાં વીનોદ પટેલ સાથે ઝઘડો કર્યોહતો. બેફામ વાણીવિલાસ સાથે પોતાના સ્વજનના ચારિત્ર્યને ખંડીત કરતાં પાયા વિહોણા આ ોપો પણ કર્યા હતાં. આ પ્રકારની હેરાનગતિ અવાર-નવારની થતાં વીનોદ પટેલે સ્થાનિક પોલીસથી માંડીને જિલ્લા મુખ્યમંત્રી સુધી અરજીઓ કરી હતી. આ મામલે સ્થાનિક પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાના પત્રો પણ ઉરચ ક ાાએથી મળ્યા હોવા છતાં કાર્યવાહીમાં વિલંબ કરવામાં આવ્યો હતો. કોટર્ે આ બાબતને ગંભીરતાથી લઇને દાહોદ શહેર પોલીસને સીઆરપીસી ૨૧૦ મુજબની જયુડિશ્યલ ઇન્કવાયરીનો આદેશ કર્યોછે. આ કેસમાં એક મહિનામાં તપાસ કરીને રિપોટર્ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.