• Gujarati News
  • ઇ ગુજકોપ યોજનામાં બરોડા રેંજના ૭ જિલ્લામાં મહીસાગરે બાજી મારી

ઇ ગુજકોપ યોજનામાં બરોડા રેંજના ૭ જિલ્લામાં મહીસાગરે બાજી મારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ પોલીસ મથકોની એફઆઇઆર તથા તમામ કામગીરી કોઇપણ વ્યકિત ઓનલાઇન જોઇ શકે તે માટે બનાવેલ ઇ ગુજકોપ યોજનામાં બરોડાના રેંજના સાત જિલ્લાઓમાં મહીસાગર જિલ્લાએ બાજી મારી છે.
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજયની પોલીસ કામગીરીને ઇન્ટરનેટના માઘ્યમથી પારદર્શક બનાવવા માટે ઇ ગુજકોપ યોજના અમલી બનાવવામાં આવી હતી. જેમાં ગુજરાતના તમામ પોલીસ મથકોને એફઆઇઆર ઇન્ટરનેટ પર એન્ટ્રી કરવાની કામગીરી સોંપી દેવામાં આવી હતી. જે પૈકી બરોડા રેંજના ડીઆઇજી અનુપનસિંહ ગહલૌત દ્વારા રેંજના સાતેય જિલ્લાઓમાં પણ આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સુચના આપી દેવાઇ હતી. જેમાં મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા તથા નોડલ અધિકારી ડીવાયએસપી એ.એલ.વાધેલાએ તેમના નેજા હેઠળ લાગતા વળગતા અધિકારી પોસઇ એચ.એન.પટેલ, પો.કો.પ્રકાશભાઇ તથા અન્ય લોક ર ાકોની ટીમ બનાવી આ કામગીરી આરંભી દેવાઇ હતી.
જે પૈકી સંતરામપુર પોલીસ મથકે કુલ ૯૦૩૪ ઇ ગુજકોપ એપ્લીકેશનની એન્ટ્રી કરી સમગ્ર બરોડા રેંજમાં પ્રથમ ક્રમની કામગીરી કરી હતી. તથા ત્રીજા નંબરે કોઠંબા પોલીસ મથકે ૫૯૦૦ એન્ટ્રી કરી હતી. આમ રેન્જના ટોપટેન પોલીસ મથકોમાં મહીસાગર જિલ્લાના જ સાત પોલીસ મથકોનો સમાવેશ થયો હતો. બીજી તરફ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ કામગીરી સાથે જોડાયેલા તમામ અધિકારીઓની કામગીરી બિરદાવી હતી. ઇ ગુજકોપ કામગીરી સાથે સંકળાયેલા નોડલ અધિકારી ડીવાયએસપી એ.એલ.વાધેલા, લાયઝન અધિકારી પોસઇ એચ.એન.પટેલ, પો.કો.પ્રકાશભાઇ તથા કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકર ાક તથા જિલ્લાની પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.
ઇ ગુજકોપ કામગીરી શું છે
ગુજરાત સરકાર દ્વારા રાજય પોલીસના તમામ કેસના દસ્તાવેજ કાગળ તથા કોઇપણ કેસને લગતી એફઆઇઆર સહિતની તમામ વિગતો ઓનલાઇન મુકવામાં આવી છે. જેના કારણે દુનિયાના કોઇપણ ખુણામાંથી કોઇપણ વ્યકિત કોઇપણ કેસને લગતી માહિતી ઇન્ટરનેટના માઘ્યમથી જોઇ શકાશે. તથા તેની તપાસ અંગે જે પણ ઉપરી અધિકારીઓ દ્વારા નજર રાખી શકશે. તથા પોલીસ કેસ અંગેની કામગીરી પણ પારદર્શક બનશે. લોક ર ાકોની ટીમ બનાવી તેને પણ આ કામગીરીમાં જોડી દેવાતાં આ કામગીરી સરળ બની ગઈ હતી.