તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાતમા ઓરી. ડે ની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડાપાસે આવેલ લીબોદરા ખાતે આવેલ એચ.બી.પટેલ ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોલેજના સાતમા ઓરીએન્ટેશન ડે ની ઉજવણી મહીસાગર પોલીસ અધિક્ષક ડો.નરેન્દ્ર અમીનની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

પ્રસંગે ઉદ્દબોદન કરતા ડો.અમીને કોલેજના અભ્યાસ અનુકુળ વાતાવરણની પ્રસંશા કરતા પ્રવાહી શૈલીમાં પ્રભાવી વકતવ્ય આપતા પોતે હજુ પણ વિદ્યાર્થી બનીને વાંચન કરુ છુ તેમ જણાવી ગીતા અને ગાંધીજીનો જીવન પર પ્રભાવ છે. તેમ જણાવ્યુ હતુ. તેમણે વાલીઓ, વિદ્યાર્થીઓને જ્ઞાનપ્રવાહમાં તરબોળ કરી ચિંતનાત્મક માર્ગદર્શન આપ્યુ હતુ. પ્રારંભમાં દીપ પ્રાગટય, પ્રાર્થના બાદ કાર્યક્રમનો આરંભ થયો હતો. સંસ્થાના ચેરમેન ભાનુભાઇ પટેલે સંસ્થાની વિસ્તૃત માહિતી આપતા ઉપસ્થિત મહાનુભવોનું અભિવાદન કર્યુ હતુ. ગત વર્ષના જીટીયુ ટાપર્સનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી બહુમાન કરાયુ હતુ. પ્રસંગે ઇકબાલભાઇ સુરતી, શાંતિલાલ પટેલ, હીરાદાદા, ટ્રસ્ટી મુકેશભાઇ સહિત વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો