તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • વીરપુર તાલુકાના ઉંદરા ચોકડી પર સ્પીડબ્રેકર બનાવવા માગ

વીરપુર તાલુકાના ઉંદરા ચોકડી પર સ્પીડબ્રેકર બનાવવા માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરજિલ્લાના લુણાવાડાથી ગાંધીનગર જતા રોડ પર ઉંદરા ચોકડી પર દિવસે દિવસે અકસ્માતો વધતા જતા હોવાથી સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

લુણાવાડા થી ગાંધીનગર જતા ઉંદરા ચોકડી આવેલી છે જે ચોકડી પર બીજો રોડ વીરપુર વાયા ઉંદરા ગામ થઇ વરધરી જાય છે. ત્યારે ઉંદરા ચોકડીના ચારે રસ્તા પર એકપણ બંફ નથી અને બાવળોના જૂંડના કારણે કયું વાહન આવે છે. તે પણ દેખાતું નથી જયારે બીજી તરફ વાહન ચાલકો બેફામ બની વધુ સ્પીડમાં ચલાવતા હોવાના કારણે અવરને અવાર અકસ્માતો સર્જાય છે. પાછલા એક વર્ષમાં કેટલાય લોકોને જીવ ગુમાવો પડ્યો છે, તો કેટલાકને ફેક્ચર થયા છે. જયારે માર્ગ પર સ્પીડબ્રેકર હોવાના કારણે વાહન ચાલકો લાપરવાહીથી વાહનો ચલાવતા હોવાથી તેના પર અંકુશ લાવવા માટે સ્પીડબ્રેકર મુકવાની જરૂરિયાત ઉદભવી છે. તેવું ઉંદરા પાટિયા પાસે દુકાન કરતા દુકાનદાર નૈમેષ પટેલે જણાવ્યું હતું છે.

દિવસે દિવસે અકસ્માતો વધતાં હોવાથી સ્પીડબ્રેકરની માગ

અન્ય સમાચારો પણ છે...