તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડા ACB પોલીસ મથકમાંથી રિવોલ્વર અને ~1 લાખની ચોરી

લુણાવાડા ACB પોલીસ મથકમાંથી રિવોલ્વર અને ~1 લાખની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાએસીબી પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવેલા રોકડા રૂપિયા તથા પીઆઇની સર્વિસ રિવોલ્વરની ચોરી થઇ હતી. ઉપરાંત અન્ય બે સોસાયટીમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો છે. સર્વિસ રિવોલ્વર તથા રોકડા રૂપિયા મળી 1.85 લાખની ચોરીની ઘટના અંગે એસીબી પીઆઇ દ્વારા ફરિયાદ નોંધવાઇ છે.

લુણાવાડાના બારોટવાડા સ્થિત ગણેશ સોસાયટીમાં ભાડાના મકાનમાં એસીબી પોલીસ સ્ટેશન આવેલુ છે. ગત તા. 24ના રાત્રીના તસ્કરો દ્વારા એસીબી પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરો ટોળકી દ્વારા ભાડાની ઓફીસના મકાનનો દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. જેમાં તિજોરી તોડી નાંખી અંદર રાખેલ એસીબી પો.સ્ટે.ના ગુ.ર.નંબર 2/16ના કામે કબજે લીધેલા ટ્રેપના રૂપિયા એક લાખ ( તમામ રૂપિયા 500ના દરની ચલણી નોટો) તથા એસીબી પીઆઇ જયેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાની સરકારી સર્વિસ રિવોલ્વર રૂધર કંપનીની જેનો બટ નંબર 28 બોડી નંબર 19,985 કિંમત રૂપિયા 85 હજાર ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. ઉપરાંત તસ્કરો દ્વારા લુણાવાડા નગરના આનંદ પાર્ક તથા મારૂતી નગર સોસાયટીના બંધ મકાનને પણ નિશાન બનાવમાં આવ્યુ હતું. બનાવ સંદર્ભે એસીબી પીઆઇ જયેન્દ્રસિંહ વાધેલા દ્વારા લુણાવડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

સર્વિસ રિવોલ્વર તથા રોકડા મળી ~1.85 લાખની ચોરીની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...