તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • ચૂંટણી સંબંધી પ્રવૃત્તિઓ પર દેખરેખ નિયંત્રણ માટે નિરીક્ષકો નિમાયા

ચૂંટણી સંબંધી પ્રવૃત્તિઓ પર દેખરેખ નિયંત્રણ માટે નિરીક્ષકો નિમાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનાચૂંટણીપંચ દ્વારા નિયત થયેલ કાર્યક્રમ નિયત ૧૨૧-બાલાસિનોર, ૧૨૨-લુણાવાડા અને ૧૨૩-સંતરામપુર (અ.જ.જા) વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.૧૪ ડીસેમ્બરના રોજ યોજાનાર છે. ઉપરોક્ત ત્રણ વિધાનસભા મત વિભાગોમાં ચૂંટણી સબંધી પ્રવૃત્તિઓ પર દેખરેખ અને નિયત્રણ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અત્રેના જિલ્લામાં નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવેલ છે અને તેઓએ તેમનો હવાલો સંભાળી લીધો છે.

પ્રાપ્ત માિહતી અનુસાર, ૧૨૧-બાલાસિનોર વિધાનસભા માટે નિરીક્ષક તરીકે એ.એ.ગુલ્હાને (IAS) જેમનો મોબાઇલ નંબર-૮૨૩૮૩૦૬૦૯૯, ફોન નંબર ૦૨૬૯૦ ૨૬૭૮૦૦ છે. જેઓ વિશ્રામગૃહ બાલાસિનોર ખાતે 4કલાકથી 3 કલાક દરમ્યાન મળી શકશે. ૧૨૨-લુણાવાડા તેમજ ૧૨૩-સંતરામપુર વિધાનસભા માટે નિરીક્ષક તરીકે ડૉ.જોગારામ (IAS) જેમનો મોબાઇલ નંબર ૮૨૩૮૩૦૬૦૨૯, ફોનંબર ૦૨૬૭૪ ૨૫૩૦૦૪ છે,

૧૨૧-બાલાસિનોર, ૧૨૨- લુણાવાડા, ૧૨૩- સંતરામપુર ત્રણે વિધાનસભા માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે બી.કે. મીના (IRS) જેમનો મોબાઇલ નંબર ૭૫૬૭૭૮૭૯૪૧, ફોન નંબર ૦૨૬૭૪ ૨૫૩૦૫૮ છે. પોલીસ નિરીક્ષક તરીકે નવલ કિશોર યાદવ(IPS) જેમનો મોબાઇલ નંબર ૮૧૫૫૦ ૭૬૬૮૬ છે.

તમામ નિરીક્ષકોનો સંપર્ક વિશ્રામગૃહ, લુણાવાડા ખાતે ૧૬-૦૦ કલાક થી ૧૮-૦૦ કલાક દરમ્યાન મળી શકાશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મહીસાગરની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.

મહી. જિ.માં બાલાસિનોર, સંતરામપુર, લુણાવાડા બેઠક પર ચૂંટણી યોજાશે

અન્ય સમાચારો પણ છે...