તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • વચગાળાના જામીન બાદ ફરાર થયેલો કેદી લુણાવાડાથી ઝડપાયો

વચગાળાના જામીન બાદ ફરાર થયેલો કેદી લુણાવાડાથી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમધ્યસ્થ જેલામાંથી વચગાળાની રજા પર આવેલો કડાણા તાલુકાના શિવડવાળા જીજુઆ ગામનો કેદી પરત ફરતાં તેને ઝડપી પાડવા માટે કોર્ટે હુકમ કર્યો હતો. જેના આધારે લુણાવાડાની પોલીસે તેને ઝડપી પાડી જેલમાં મોકલી આપવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મહીસાગર જિલ્લા પોલીસ વડા ડૉ.નરેન્દ્ર કે. અમીનના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ સી.સી.ખટાણાની સૂચના આધારે વચગાળાના જામીન પર છુટેલ આરોપી ભીખાભાઇ ઉર્ફે ભરતભાઇ બચુભાઇ (રહે.ગામ શિવડ વાળા જીજુઆ તા.કડાણા જી. મહીસાગર)ને સજા થતાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી નંબર ડ/144571 તરીકે સજા ભોગવતો હતો. જેને વચગાળાની રજા અંગે માંગણી કરતા હાઇકોર્ટ ગુજરાતના હુકમ આધારે તા.28-12-2015ના રોજ વચગાળાની રજા આપી હતી. આરોપીની રજા પુરી થયા બાદ મધ્યસ્થ જેલમાં હાજર થયેલ નહી. જેથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મજકુર કેદીને તાત્કાલિક પકડી પાડવા હુકમ કર્યો છે. વચગાળાના ફરાર કેદીને પકડવા પોસઇ જે.જી.વાઘેલા એસઓ તથા એએસઆઇ ઇન્દ્રસિંહ પેરોલ સ્કવોડ, શૈલેન્દ્રસિંહ, પરેશભાઇ તથા બીજા એલસીબી એસઓજી તથા પેરોલ સ્કવોડના માણસોની ટીમ બનાવી વોચમાં હતા દરમિયાન તા.25 ફેબ્રુઆરીના રોજ કેદી લુણાવાડા બસ સ્ટેન્ડ આવવાનો હોવાની માહીતી મળતા મજકુર આરોપીની વોચ રાખી હતી. આરોપી લુણાવાડા બસ સ્ટેન્ડ આવતાં તેને ઘેરીને પકડી પાડી જેલમાં મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

લુણાવાડામાંથી નાસતો ફરતો આરપી ઝડપાયો હતેા. } જીગરપંડયા

અમદાવાદ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો

અન્ય સમાચારો પણ છે...