તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • વિરપુરના ભાટપુરમાં ઝેરી દવા પી લઇ પ્રેમી યુગલનો આપઘાત

વિરપુરના ભાટપુરમાં ઝેરી દવા પી લઇ પ્રેમી યુગલનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરપુરતાલુકાના ભાટપુર ગામે રહેતા પ્રેમીપંખીડાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેઓના મોત નીપજ્યા હતા. બનાવ અંગે વિરપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામે રહેતા 24 વર્ષિય મોહનભાઇ ભાથીભાઇ ડામોર અને પરિણીત 24 વર્ષીય રેખાબેન ભલાભાઇ બારીયાને એકબીજા સાથે પ્રેમસંબંધ હતા. ગત રોજ રાત્રીના સુમારે બંને ઘરેથી જમીને નીકળ્યા હતા. ત્યાર બાદ શુક્રવારે કોઇ અગમ્ય કારણોસર ગામના રામાભાઇ જવાનભાઇ બારૈયાના ખેતરમાં જઇ બંનેએ ઝેરી દવા પી લીધી હતી. સવારે આઠ વાગ્યે રામાભાઇ ખેતરમાં ગયા ત્યારે બંને પ્રેમીઓની લાશ જોતાં તેમણે તરત વિરપુર પેાલીસ મથકે જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના પહેાંચી ગઇ હતી. જ્યાં બંનેની લાશનો કબજો લઇ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, પ્રાથમિક તપાસમાં બંને યુવક યુવતી મોહન ભાથીભાઇ ડામોર અને રેખા ભલાભાઇ બારીયાના મૃતદેહની બાજુમાં કોઇક ઝેરી દવાની શીશી મળી આવી છે. તેઓના અંતિમ પગલાને કારણે ભાટપુર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...