• Gujarati News
  • મહીસાગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની રચના કરાઇ

મહીસાગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની રચના કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની રચના કરાઇ

લુણાવાડા |મહીસાગર જીલ્લા આચાર્ય સંઘની કારોબારી અને સંસદ સભા તાજેતરમાં ચાણ્કય સ્કુલ લુણાવાડા ખાતે મળી હતી. જેમાં ગુજરાત રાજય આચાર્ય સંઘના આદેશ અનુસાર મહીસાગર જીલ્લાની શાળાઓના વિવિધ ઘટક સંઘોની સંકલન સમિતિની રચના કરવાની સુચના હોઇ તમામ સંઘોના પ્રમુખોને આમંત્રણ આપ્યુ હતુ. સભામાં મહીસાગર જીલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.ડી.પટેલને અધ્યક્ષ તરીકે વરણી કરી હતી. જયારે મહીસાગર જીલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને બોર્ડના સભ્ય મહેન્દ્રભાઇને પ્રમુખ તરીકે નિયુકત કરાયા છે.