• Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • હિન્દુ પરિણીતાને ભગાડી દુષ્કર્મ કરનાર મુસ્લિમ યુવક ઝડપાયો

હિન્દુ પરિણીતાને ભગાડી દુષ્કર્મ કરનાર મુસ્લિમ યુવક ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાંહિન્દુ પરણીતાને મુસ્લીમ યુવક દ્રારા બળજબરીથી ઉપાડી ગયો હતો. બનાવ બનતાં હિન્દુ સંગઠણ અને પરણીતાના પતિએ લુણાવાડામાં વિરોઘ પ્રદર્શન કરીને આરોપીને ઝડપી પાડવાની માંગ કરી હતી. પોલીસે ગણત્રીના કલાકોમાં મુસ્લીમ યુવક અને પીડીતાને પકડીને લુણાવાડા ખાતે લઇ આવ્યા હતા. લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પીડીતાએ યુવક અને મદદગારી કરનાર વિરુદ્ર ફરીયાદ નોઘાવી હતી.

લુણાવાડામાં મુસ્લિમ યુવક દ્વારા હિન્દૂ પરિણીતાનું અપહરણ કરી લઇ જઇને દુષ્કર્મ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જયારે વધુ વિગત એમ છે કે લુણાવાડામાં પરિણીતાને નગરનો ઈરફાન રફીક શેખ ઉર્ફે સોનુ જે બળજબરી પુર્વક ઉપાડી ગયો હતો. ઘટનાની જાણ થતાં નગરના હિન્દૂ સંગઠનોએ વિરોઘ પ્રદર્શન કરીને બાબતની જાણ મહીસાગર જિલ્લા એસ.પી ને કરાઇ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે પગલાં લઇ તેમના માર્ગદર્શન હેઠળ એસઓજી, પો એચ,એન પટેલને તપાસ સોંપી હતી. જ્યારે ગણતરીના કલાકોમાં એચ.એન પટેલ દ્વારા મોબાઇલ લોકેશનના આધારે આરોપી તેમજ પીડિતાને ગણતરીના કલાકોમાં અમદાવાદથી પકડી લેવાયા હતા. અને લુણાવાડા પોલિસ મથકે સોંપાયા હતા.

લુણાવાડાના નગરજનો તેમજ હિન્દૂ સંગઠનોને જાણ થતા લુણાવાડા પોલીસ મથકે ટોળેટોળા ઉમટ્યા હતા. પીડીતાએ લુણાવાડા પોલીસ મથકે રફીક શેખે બળજબરી પુર્વક તેનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની અને મદદગારી કરનાર મહિપાલ વિરુદ્ર ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને ઝડપી લીધા

લુણાવાડાની ઘટનામાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ

હિન્દુ પરિણીતાનંુ અપહરણ કરનાર મુસ્લિમ યુવકની તસવીર.

અન્ય સમાચારો પણ છે...