તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • લુણાવાડા ન.પાલીકાએ આજીવન કેદની સજા ભોગવતી એમ્બ્યુલન્સને મુક્ત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા ન.પાલીકાએ આજીવન કેદની સજા ભોગવતી એમ્બ્યુલન્સને મુક્ત કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડાનગર પાલીકાને રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ એમ્બ્યુલન્સ આશરે એક વર્ષથી ભંગાર હાલતમાં પડી રહી હતી. પ્રજાની સુખાકારી માટે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ એમ્બ્યુલન્સની યોગ્ય જાળવણીના અભાવે ખંડેર અને બંધ હાલતમાં પાલીકાના ગેરેજમાં તાળાબંધ હાલતમાં હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા આખરે પાલીકા દ્વારા એમ્બ્યુલન્સનું સમારકામ કરાવી માર્ગો પર દોડતી કરી હતી.

લુણાવાડા નગર પાલીકાની એમ્બ્યુલન્સ આશરે એકાદ વર્ષથી બંધ હાલતમાં પાલીકાના ગેરેજમાં તાળાબંધ હાલતમાં જોવા મળી હતી. લુણાવાડા નગરની પ્રજાને ઇમરજન્સી સારવાર માટે બહાર ગામ લઇ જવા માટે તાત્કાલિક વ્યાજબી દરે સેવા આપતી હતી. જો નગરજનો માટે આર્શીવાદરૂપ બની હતી. પરંતુ સમય વિતતા પાલીકાના સત્તાધિશો દ્વારા રાજય સરકાર દ્વારા નગરજનોની સુખાકારી માટે આપવામાં આવેલ મોંઘાદાટ વાહનોની પાલીકા દ્વારા યોગ્ય જાળવણીના અભાવે ખંડેર અને ભંગાર હાલતમાં જોવા મળી હતી. જેમાં પાલીકાની ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સ ખંડેર અને ભંગાર હાલતમાં પાલીકાના ગેરેજમાં આજીવન કેદની સજા ભોગવી રહી હોય તે રીતે તાળાબંધ હાલતમાં જોવા મળી હતી. નગરની પ્રજાને તાત્કાલિક ઇમરજન્સી સારવાર માટે બહાર ગામ લઇ જવા માટે પાલીકામાં ફોન કરતા પાલીકાના સત્તાધિશો દ્વારા એવો જવાબ મળતો હતો કે ઇમરજન્સી રીપેરીંગમાં મોકલેલ છે. જેનાથી દર્દીને સારવારમાં વિલંબ થવુ પડતુ હતુ. અને બીજા અન્ય વાહન ભાડે કરીને બહાર ગામ જવુ પડતુ હતુ. જેમાં સારવારમાં લાંબો સમય થઇ જતો હતો. આખરે આજીન કેદમાં સજા ભોગવી રહેલી એમ્બ્યુલન્સો અહેવાલ ગત જુન માસમાં દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા સત્તાધિશો સફાળા જાગી જતા સમારકામ કરાવી પાલીકાને માર્ગો પર ફરતી કરી હતી.

આખરે એમ્બ્યુલન્સનું સમારકામ કરાવી માર્ગો પર દોડતી કરવામાં આવી

લુણાવાડામાં એમ્બ્યુલન્સનું સમારકામ કરી પુન: માર્ગો પર દોડતી કરવામાં આવી. તસવીરધર્મેન્દ્વસિંહ રણા

સરકાર દ્વારા આપેેલ એમ્બ્યુલન્સ આશરે વર્ષથી ભંગાર હાલતમાં હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો