• Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • બાળશ્રમિક ટાસ્ક ફોર્સ બાળ મજુર પુનઃવસન કલ્યાણનિધિની બેઠક

બાળશ્રમિક ટાસ્ક ફોર્સ-બાળ મજુર પુનઃવસન કલ્યાણનિધિની બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લા બાળશ્રમિક ટાસ્ક ફોર્સ અને બાળ મજુર પુનઃવસન કલ્યાણનિધિ સંચાલન સોસાયટીની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. એમ.ડી. મોડીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરશ્રીની કચેરીના સભાખંડમાં ૨૭મી ફેબ્રુઆરી-૨૦૧૮ના રોજ બપોરે ૧૨ કલાકે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે યોજાઇ હતી. આ બેઠકમાં અગાઉ યોજવામાં આવેલ બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લેવાઇ હતી, માહેઃ-જાન્યુઆરી-૨૦૧૮ બાળશ્રમિકોને બાળ મજુરીમાંથી મુક્ત કરાવવા માટે કરવામાં આવેલ રેડ બાબતે ચર્ચા કરાઇ હતી તેમજ નેશનલ ચાઇલ્ડ પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ ચર્ચા કરાઇ હતી. તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સુચનો કર્યા હતા.

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.- ભદ્રપાલ સોલંકી

અન્ય સમાચારો પણ છે...