તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • લુણાવાડામાં દેરાફળીમાં ભુગર્ભ ગટરના કનેકશનો બારોબાર અપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડામાં દેરાફળીમાં ભુગર્ભ ગટરના કનેકશનો બારોબાર અપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડાબનતા નગરમાં રાજય સકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવેલ છે. ત્યારે સમગ્ર નગરમાં ભુગર્ભ ગટર યોજનાનું કામ ચાલુ કરવામાં આવ્યુ હતુ. હાલમાં સમગ્ર નગરમાં લગભગ ભુગર્ભ ગટરયોજનાનુ઼ કામ પૂર્ણ થઇ ગયેલ જણાઇ રહયુ છે. ત્યારે નગર પાલીકા તંત્ર દ્વારા કયારે બનાવેલ ભુગર્ભ નગર યોજનાનો લાભ નગરજનોને કયારે મળશે તેની કાગના ડોળે રાહ જોઇ રહયા છે. ત્યારે હાલમાં નગરમાં ચાલી રહેલ ચર્ચા મુજબ લુણાવાડામાં હાટાનાકુવા પાસે આવેલ દેરાફળી વિસ્તારમાં બારોબાર ગટર લાઇન કનેકશન આપી પેવર બ્લોક જડી દેવામાં આવતા અન્ય વિસ્તારોના ગટર લાઇનનું કનેકશન મેળવવા શું કરવુ તેની નગરજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

લુણાવાડાના હાટાના કુવા પાસે આવેલ દેરાફળી વિસ્તારમાં પ્રવેશો એટલે આસપાસના રસ્તામાં તમને કયાંય નીક ગટર કે પાણીના નિકાલની વ્યવસ્થા જોવાતા સીધા કનેકશનો પાસે બનાવલી નવીન ગટર લાઇનમાં આપી દીધેલ જોવા મળેછે. દેરાફળી વિસ્તારમાં કોઇપણ પ્રકારની ગંદકી વગરનું નવીન ગટર લાઇનના કનેકશનવાળુ પેવર બ્લોક જડેલુ ચોખ્ખુ ચણાક જણાઇ રહયુ છે.

સમગ્ર નગમરમાં ભુગર્ભ ગટર લાઇનના ખોદકામના કારણે રસ્તાઓની હાલત ખરાબ છે. વળી પાણીના નિકાલની સમસ્યાને કારણે ગંદકી જોવા મળી રહી છે. ત્યારે નગરના દેરાફળી વિસ્તારમાં તદન વિપરીત સ્થિતિએ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. નવીન ગટર લાઇનની સફળતા અંગે આશંકા સેવાઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા મોડેલ ફળીયુ તૈયાર કરવામાં આવ્યુ છે કે શુ નગરમાં દેરાફળી વિસ્તાર વિશે ચર્ચાઓએ જોર પકડયુ છે.

પાલીકા તંત્રની સંમતિ વગર ગટર લાઇનના કનેકશનો બારોબાર આપી દઇ ઉપર પેવર બ્લોક જડી દેવાનું શકય બની શકે ખરૂ, કે પછી પાલીકાના કોઇ કર્મચારીની મિલીભગતથી આવુ થયુ છે આવા અનેક પ્રશ્નનો નગરજનોમાં ઉઠી રહયો છે.

ગંદકી વિનાનું નવીન કનેકશન પેવરબ્લોક જડેલું ચોખ્ખુ ચણાક દેખાય છે

રાજય સકાર દ્વારા કરોડોની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવેલ છે

^ભુગર્ભ ગટર યોજનાના જોડાણો બારોબાર આપી દેવાની માહિતી અમને મળી છે. અંગે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. >એન.વી.બારોટ, ચિફઓફીસર લુણાવાડા નગર પાલીકા

હાલમાંકોઇ કનેકશન આપવાની શરુઆત કરવામાં આવી નથી

^અમનેમાહિતી મળેલ છે કે લુણાવાડામાં ભુગર્ભ ગટર યોજનાના કનેકશન બરોબાર અપાઇ ગયા છે. હાલમાં કનેકશન આપવાનું ચાલુ કરવામાં આવ્યુ નથી. અમારો કેટલીક જગ્યાએ ગટર લાઇનના પરિણામની ચકાસણી કરવાની બાકી છે જો બારોબાર કનેકશન અપાઇ ગયા હશે. અને ગટર લાઇન ચોકાપ થશે તો તેની જવાબદારો વિરુદ્ધ અમારા ઉપરી અધિકારીને જાણ કરીને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. > નારાયણભાઇ,ભુગર્ભગટર યોજના કોન્ટ્રાકટર

તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો