તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • લાખોના ખર્ચે બનાવેલ પાંજરાપોળ પાલીકાના પથ્થરોનું ગોડાઉન બન્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખોના ખર્ચે બનાવેલ પાંજરાપોળ પાલીકાના પથ્થરોનું ગોડાઉન બન્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડામાંલાખોના ખર્ચે બનાવેલ પાંજરાપોળ પાલીકાના નકામા પથ્થરોનું ગોડાઉન બન્યુ છે. 35 લાખના ખર્ચે બનાવેલ પાંજરાપોળમાં હાલ ગૌવશં કે પશુઓ જોવાતા નથી પણ નગરના રસ્તાઓ પરના જીણા પથ્થરોનો ઢગલો જોવા મળે છે.

લુણાવાડા વરધરી રોડ તરફ આવેલ દરકોલી તળાવ પાસે રાજય સરકારે કરોડોની ગ્રાન્ટરુપ ફાળવ્યા હતા. જેમાં પાલીકા દ્વારા આશરે 35 લાખની માતબર રકમના ખર્ચે પાંજરાપોળ બનાવવામાં આવેલ છે. જેનુ઼ ગત વર્ષે લોકાપર્ણ રાજયકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીના દિવસે કરવામાં આવ્યુ હતુ. પણ આજદિન સુધી પાંજરાપોળનો પાલીકાના કોઇ સતાધિશો દ્વારા ગેટ પણ ખોલવામાં આવ્યો નથી. હાલમાં નગરમાં રખડતા આખલાઓઁનો ત્રાસ વધી ગયો છે. અને નગરના મુખ્ય માર્ગો પર પણ ગાયોના ઝૂંડ જોવા મળે છે. જેમાં અવાર નવાર મુખ્ય માર્ગો પર પસાર થતા રાહદારીઓને ઘણીવાર રખડતા આખલાઓનો શિકાર બનવા પામેલ છે. જેના કારણે ગંભીર ઇજાઓ થવા પામી હતી. લાખોના ખર્ચે બનાવેલ પાંજરાપોળ ફકતને ફકત નગરની સાંકળી ગલીઓમાં નાંખેલ પથ્થરોનું ગોડાઉન બનેલ છે. લુણાવાડામાં ગાયો, આખલા અને ગધેડાઓ જયાં ત્યાં રખડે છે. પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીઓ ખાઇ અવાર નવાર રસ્તાઓ ઉપર પોતાનો અડીંગો જમાઇને બેસી જાય છે. જેના લીધે ટ્રાફિકમાં પણ અડચણ રુપ બને છે. અને ઘણીવાર મોટા વાહનોની ટકકરે ગાયોને પણ ગંભીર ઇજાઓ થવા પામીછે. પરંતુ આજદિન સુધી રખડતી ગાયોની સુખાકારીમાં બનાવેલ પાંજરાપોળમાં એક પણ ગાયે આશરો લીધો નથી. 35 લાખના ખર્ચે બનાવેલ પાંજરાપોળમાં હાલ ગૌવશં કે પશુઓ જોવાતા નથી પણ નગરના રસ્તાઓ પરના જીણા પથ્થરોનો ઢગલો જોવા મળે છે. પાંજરાપોળની આવી દયનિય હાલત જોઇ નગરજનોને સુવિધાઓ માટે મળેલ ગ્રાન્ટ અને નગરજનો દ્વારા ભરેલા કરવેરા રૂપે લાખો રૂપિયા વેડફાઇ રહેલા જોવાયા છે. પાંજરાપોળના લોકાપર્ણના એક વર્ષ વિતિ ગયા છતા સતાધિશોની બેદરકારીથી રોષ ફેલાયો છે.

હાલ ગૌવશં કે પશુઓ જોવાતા નથી પણ રસ્તાઓ પરના જીણા પથ્થરોનો ઢગલો

લુણાવાડામાં પાંજરાપોળ પાલીકાના પથ્થરોનું ગોડાઉન. તસવીરધર્મેન્દ્ર રણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો