તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2જી ઓક્ટો.થી લુણાવાડામાં એક કોલથી ગંદકી દૂર કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાલ ઉપાધ્યાય જયંતિ થી 2જી ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે લુણાવાડા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા નવી પહેલ કરવામાં આવી છેજેમાં ઘર તથા આસપાસના વિસ્તારમાં થતી ગંદકી સંબંધી સમસ્યાનો નિકાલ ઝડપી અને સરળ બને તે માટે ટોલ ફ્રી નંબર તથા મેઇલ એડ્રેસ આપવામાં આવ્યુ છે.

તા.27ના સાંજે 4:15 કલાકે લુણાવાડા પાલિકા હૉલ ખાતે ધારાસભ્ય હીરાભાઈ પટેલ, પાલિકા પ્રમુખ જયશ્રીબેન જોશી, ઉપપ્રમુખ ઇન્તુ અરબ,કારોબારી અધ્યક્ષ ઈદરિસભાઈ સુરતી, આરોગ્યસમિતિ ચેરમેન દિલહરભાઈ, પાલિકાના સભ્યો, કર્મચારીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સંકલ્પપત્રના વાંચનથી પ્રતિજ્ઞા સાથે લુણાવાડાનગરને સ્વચ્છ બનાવવા ટોલ ફ્રી નંબરનું લોંચિંગ કરવામાં આવ્યું હતું.ગંદકી સંબંધિત ફરિયાદ મળશે તેનો તુરંત નિકાલ કરાશે. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતાલક્ષી ફરીયાદોનો નિકાલ ઝડપી અને સરળ બને તે માટે એક હેલ્પ લાઇન સેન્ટર શરૂ કરાયેલ છે જેમાં ગંદકીના નિકાલ માટે 1800 120 1582 ટોલ ફ્રી નંબર રહેશે અને તેના પર કોઇ પણ વ્યક્તિ ગંદકી સંબંધી ફરિયાદ કરી શકશે અથવા ઇ-મેઇલ np_lunavada@yahoo.co.in થી સફાઇ લક્ષી ફરીયાદ સવારે 10 થી 5 વાગ્યા સુંધી કોલ કરી ધ્યાન દોરી શકાશે.

સ્વચ્છતા માટે ટોલ ફ્રી નંબર 1800 120 1582 જાહેર કરાયો

ફરીયાદ np_lunavada@yahoo.co.inથી થશે

અન્ય સમાચારો પણ છે...