તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મલેકપુર ગામમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાતાલુકાના મલેકપુરમાં નવરાત્રીની તૈયાર હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે હાલ નવયુવક મંડળના યુવાનો દ્વારા નવરાત્રીનો ઉત્સાહ જોવા મળી રહયો છે. નવરાત્રી શરુ થતા પહેલા હાલ યુવાનો સૌથી પહેલા ગરબે ઘુમતા હોય છે. ત્યારે ચોતરો તથા ગરબા મેદાનની સાફસફાઇ કરવામાં આવી રહી છે. ત્યારે લાઇટીંગ ડેકોરેશન તેમજ સ્ટેજ બનાવાવમાં વ્યસ્ત છે. નવરાત્રીના માત્ર 4 દિવસ બાકી છે ત્યારે યુવાનો કામકાજમાં લાગી ગયા છે. મા અંબાની અતુટ શ્રદ્ધાની જેમ વર્ષે પણ વેશભુષા પણ કરવામાં આવે છે. હનુમાન ભૂત, ભૈરવ, રામ, લક્ષ્મણ જેવા પાત્રો પણ ભજવવામાં આવે છે. દશેરાનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...