મહિસાગર જીલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત રખાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીજીનાવિસર્જનની શોભાયાત્રા ઉપર મહિસાગર જીલ્લા પોલીસ દ્વારા બંદોબસ્તનું આયોજન કર્યુ છે.

મહિસાગર જીલ્લામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન દરમ્યાન જીલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે જીલ્લા પોલીસવડા ડો.એન.કે.અમીનની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રીજીના વિસર્જનની શોભાયાત્રા દમાટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં શોભાયાત્રાના સમગ્ર રૂટ પર સીસી કેમેરા લગાવી બાઝ નગર રાખવા માટે શ્રીજીના વિસર્જનની શોભાયાત્રાના તમામ રૂટો પર સીસી ટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. શ્રીજીની વિસર્જન યાત્રામાં અસામાજીક તત્વો દ્વારા કોઇપણ અયોગ્ય વર્તન થાય તે માટે જીલ્લા અધિક્ષક દ્વારા લુણાવાડામાં 1 ડીવાયએસપી, બે પીઆઇ અને 3 પીઆઇની ટીમ સહિત વિવિધકક્ષાના 277 પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવાય છે. તદઉપરાંત એસઆરપીની બે ટુકડીઓ ખડેપગે હાજર રહેશે. સમગ્ર જીલ્લામાં એસઆરપી, ડે.એસપી અને પીઆઇ સહિત 1184 પોલીસ કર્મીઓ ખડેપગે બંદોબસ્તમાં હાજર રહેશે.

લુણાવાડામાં 277 કર્મીઓ તૈનાત રહેશે

શ્રીજી વિસર્જનની શોભાયાત્રા નીકળશે

અન્ય સમાચારો પણ છે...