તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • મલેશિયામાં ફસાયેલા વિરપુરના 5 યુવાનો પરત ફરતાં ઉત્સવનો માહોલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલેશિયામાં ફસાયેલા વિરપુરના 5 યુવાનો પરત ફરતાં ઉત્સવનો માહોલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિસાગરજિલ્લાના વિરપુર તાલુકામાં રહેતા ધોરી મહંમદ ઈરશાદ (ઉ.વ.ર૧), ચૌહાણ ઈરફાન ગુલામભાઈ (ઉ.વ.રર), શાકીરભાઈ શેખ (ઉ.વ.ર૩), ધોરી ઝાકીરભાઈ (ઉ.વ.ર૪) તથા શકીલમીયાં (ઉ.વ.ર૬)એ મલેશિયા જવા માટે અલીણાના એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. તમામ પેપર વર્ક પૂર્ણ કરી યુવકોને વિઝા મળી જતાં ગત તા.૧૮મીના રોજ યુવકો વિરપુર અને વસોથી મલેશિયા જવા નીકળ્યા હતા.આ યુવકો હૈદરાબાદથી યુવકો મલેશિયા પહોંચવાના હતા. હૈદરાબાદ પહોંચ્યા ત્યાં સુધી યુવકો સતત પરિવારજનોના સંપર્કમાં હતા, પરંતુ રાત્રિના ૧૦ વાગ્યા પછી યુવકોનો કોઈ ફોન આવ્યો હતો. પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. પરિવારે યુવકોને મલેશિયાની ફાઈલ કરી આપનાર એજન્ટનો સંપર્ક સાધતા તેણે જણાવ્યું હતું કે, કોઈ કારણસર મલેશિયાની પોલીસે યુવકોની અટકાયત કરી છે, અને પેનલ્ટી ભરવી પડશે, પેનલ્ટી ભર્યા બાદ યુવકોને છોડવામાં આવશે, અને તે માટેના પ્રયાસો કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં જાણવા મળ્યું હતું કે નકલી વિઝાથી યુવાનોને નોકરીની લાલચ આપી મલેશિયા મોકલાયા હતા. પોતાના સંતાનો સાથે સંપર્ક થતો હોઈ પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને તેઓએ ભારત સરકારની મદદ માંગી યુવાનોને પરત લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પરિવારજનો દ્વારા જે લોકો યુવાનો ને પરત લાવવામાં મદદરૂપ થયા તેઓનો પણ સન્માન સમારોહ વીરપુર ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં મહિલા આયોગના ચેરમેન લીલાબહેન અંકોલીયા,સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ,માજી મંત્રી સી.ડી.પટેલ, વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ સી.આર.ઝાલા, બિલકિસબેન સહિત ભાજપના કાર્યકરો અને ગ્રામજનો મોટી સઁખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

વિરપુરમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. તસવીરજીગર પંડ્યાં

યુવાનોને મુક્ત કરાવવામાં મદદ કરનારાઓનો આભાર વ્યકત કરાયો

મહિસાગર જિલ્લાના વિરપુર ગામે સન્માન સમારોહ યોજાયો

માત્ર 100 ગ્રામ ભાત અને એક નાની માછલી ખોરાકમાં આપવામાં આવતી

વતનપરત ફરેલા યુવાનોએ તેમની વીતકકથા વર્ણવતાં જણાવ્યું કે યુવાનોને એજન્ટ રૂપિયા 28000ના પગારની લાલચ આપી નોકરી આપવાના બહાને નકલી વિઝા અપાવી મલેશિયા મોકલ્યા હતા મલેશિયા મોકવા માટે એજન્ટોએ એક વ્યક્તિ દીઠ 80000 રૂપિયા પડાવ્યા હતા ત્યારબાદ તેમને મલેશિયા એરપોર્ટ પર નકલી વિઝાના કારણે જેલમાં મોકલી આપવામાં આવ્યા ત્યાં તેમને માત્ર 100 ગ્રામ ભાત અને એક નાની માછલી ખોરાકમાં આપવામાં આવતી હતી અને એક નાની ઓરડીમાં ઘેંટાબકરાની જેમ ઠુંસી દેવામાં આવતા હતા અને તેમને શૌચાલયના પાણીનો ઉપયોગ કરવો પડતો હતો ત્યાંની પોલિસ પણ નિર્દયી છે અને તેમને મુંડન કરાવી ગોંધી રાખવામાં આવ્યા હતા યુવાનો અપીલ કરે છે કે કોઈ પણ યુવાનો મલેશિયા ના જશો આપણા ભારત જેવો કોઈ દેશ નથી યુવાનોના કહેવા પ્રમાણે હાલમાં પણ મલેશિયામાં યુપી તેમજ ઉત્તર ગુજરાતના ઘણા યુવાનો જેલમાં છે તો તેમના વાલીઓ પણ ભારત સરકારમાં રજૂઆત કરે અને તેમને છોડવા પ્રયત્ન કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો