• Gujarati News
  • ભારતીય કિસાન સંઘના સભ્યો દ્વારા કલેકટરને આવેદનપત્ર

ભારતીય કિસાન સંઘના સભ્યો દ્વારા કલેકટરને આવેદનપત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરજીલ્લા કલેકટરને ભારતીય કિસાન સંઘના સભ્યો દ્વારા જીલ્લાના ખેડૂતોના વિકટ પ્રશ્નોનું આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ પ્રશ્નોના નિકાલ માટે વહેલીતકે નિવેડો લાવવા માગ કરી છે.

મહીસાગર જીલ્લાના ખેડૂતોએ ખેતરમાં વાવેલ ઉભા પાકને જંગલી ભુંડ, નિલગાયો તથા અન્ય જંગલી પ્રાણીઓના ત્રાસથી થતા ઉભા પાક નુકસાન થઇ રહ્યુ છે. તેના માટે ખેડૂતોએ પકવેલા પાકોમાં અનાજના ભાવોનું સરકારી ધોરણે મુલ્યાંકન કરી મૂલ્યવર્ધક ભાવ આપવા તથા ખેડૂતોએ પકવેલ અનાજના વેચાણ માટે દરેક તાલુકાએ સરકારી રાહે ખરીદ કેન્દ્રો ખોલીને ખેડૂતોને પોસાય તેવા ભાવ નકકી કરી ખરીદ પદ્ધતિ ચાલુ કરવાની આવશ્યકતા જણાય છે. જેના ભાગરુપે ભારતીય કિસાન સંઘ મારફતે મહિસાગર જિલ્લાના ખેડૂતોને કેનાલ મારફતે ખેતરોમાં પાણી મળે તેવી સુવિધાઓ કરવી તથા ગામડે ગામડે લેભાગુ કંપનીઓ દ્વારા એજન્ટો કરીને બિનગુણવતાવાળુ ખાતર તથા બિયારણનું વેચાણ થઇ રહ્યુ છે.

તેને અટકાવીને ખેડૂતોને સારી ક્ષમતાવાળુ શુદ્ધ અને સાત્વીક ઉચ્ચગુણવતાવાળુ ખાતર મળે તેવી વ્યવસ્થા કરવાની આવશ્યકતા જણાય છે. ખેડૂતોને ખાતર કેન્દ્રો ઉપરથી સમયસર ખાતર મળે તેવી વ્યવસ્થાઓ કરવા કિસાન સંધના સભ્યો દ્વારા આપવામાં આવ્યુ હતુ. દરમ્યાન મોટીસંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનિ્ય છે કે, હાલમાં ચોાસુ અનિયમીત થતાં ખેડૂતોને માથે આફતના વાદળો આવી ગયા છે. દરમિયાન સરકારી તંત્ર દ્વારા સુવિધા સચવાતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.