• Gujarati News
  • લુણાવાડા પેાલીસે ઘરફોડ ચોરીના બે આરોપીની ધરપકડ

લુણાવાડા પેાલીસે ઘરફોડ ચોરીના બે આરોપીની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરજીલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા પોલીસ અધિકક્ષની સુચના અને માર્ગદર્શન પ્રમાણે એલસીબી પોસઇ ચુડાસમા તથા એલસીબી સ્ટાફના માણસ સ્ટાફને બાતમી મળતા બે ઇસમોની ધરપકડ કરી હતી. મહીસાગર જીલ્લામા થયેલ ઘરફોડ ચોરીઓ અંગે આંતરિક તપાસ કરતા બાતમીના આધારે એલસીબી પીએસઆઇ તથા સ્ટાફે ગરબાડાના ગામોમાં રેડ કરી કાળુભાઇ માવસીંગ પલાસ(રેહ.આમલી ખજુરીયા, સીમડા ફળીયુ, ગરબાડા) તથા વિપુલભાઇ હરસીંગભાઇ બારીયા(રહે.દેહધા, કોળી ફળીયુ, ગરબાડા)ની અટક કરી પુછપરછ કરતા તેઓની સાથે કલા ઉર્ફે કમલેશ ચુનીયા કટારા તથા સુમલા જીથરા કટારાએ સંતરામુપર પોલીસ સ્ટેશન વિસ્તારના ડો.નિમેષ શાહના મકાનમાંથી ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. તેઓ પાસેથી મુદામાલમાં ચાંદીના સિકકા નંગ 3, રોકડ રકમ રૂા.10500 કબજે કરી હતી. તેમજ અન્ય જીલ્લામાંથી મોટર સાઇકલ કિ.રૂા.40 હજારની ચેારી કરી હોવાની કબુલાત કરતા મોટર સાઇકલ કબ્જે લીધી હતી. આરોપીની પૂછપરછમાં વધુ ભેદ ઉકેલાવની શક્યતાં છે.