તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • આનંદ | ચાર રાજ્યોમાં ભાજપ દ્વારા સરકાર રચવામાં આવતાં કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદ | ચાર રાજ્યોમાં ભાજપ દ્વારા સરકાર રચવામાં આવતાં કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુપી અને ઉત્તરાખંડમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તા મળી છે તો બહુમત હોવા છતાં ગોવા અને મણીપુરમાં ભાજપે સરકાર બનાવી અને કોંગ્રેસને વધુ એક ધોબી પછડાટ આપી સત્તા વિહોણી કરી મુકી છે. હવે આગામી મીશન ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. નરેન્દ્ર મોદીનું વાવાઝોડુ કહો કે મેજીક કે પછી અમિત શાહની રણનીતી. તમામ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે મચી પડશે. તેમાં પણ હવે કાર્યકરોને પ્રજાના ઘેર ઘેર પહોચી સાથે જોડવાના પ્રયાસ શરૂ કરી દેવા હાઇકમાન્ડ દ્વારા નિર્દેશ આપી દેવાયા છે. મિશન ૧૫૦ માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે.તકનો લાભ કેવી રીતે અને ક્યારે લેવો ભાજપ સંગઠન ખૂબ સારી રીતે જાણે છે. પાંચ રાજ્યોમા ભાજપ તરફી પરિણામો જાહેર થયા છે ત્યારે ગુજરાતમા પણ ભાજપ દ્વારા વર્ષ ૨૦૧૭ની ચૂંટણી અત્યારથી કવાયત હાથ ધરાઇ છે. ત્યારે ૧૮ માર્ચે મહીસાગર જિલ્લા સહિત રાજ્યભરમાં વિવિધ શક્તિ કેન્દ્રો પર વિજય પર્વ મનાવવામા આવ્યો હતો. મહીસાગર જિલ્લાના તમામ શક્તિ કેન્દ્રો પર જિલ્લા,તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઇ વહેંચી રાજ્યોમાં થયેલા વિજયને વધાવ્યો હતો.રાજ્યના ૮૦૦૦થી વધુ શક્તિ કેન્દ્રો પર ઉજવણીમાં સાંસદોથી માંડી કોર્પોરેટરો જોડાયા. યુપીથી શરૂ થયેલો પ્રચંડ મોદી-શાહનો વેવ ગુજરાત સુધી પહોચાડવા સંગઠનનો પ્રયાસ શરૂ થયો છે. વિજય પર્વની ઉજવણી પહેલી નજરે ભલે ઉત્સવ લાગતો હોય પરંતુ કાર્યક્રમથી ભાજપ પોતાની સંગઠન શક્તિ મજબૂત કરવા માંગે છે. સાથે બૂથ સ્તરનાકાર્યકર્તાઓ ને કાર્યક્રમ મારફતે પ્રજા સાથે જાડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.મહત્વનુ છેકે ગુજરાતમા વહેલી ચુંટણીની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે સાથે ભાજપ ૧૫૦ સીટોના લક્ષાંક સાથે ચાલી રહી છે.

ગુજરાતમાં 150ના મીશનને પુર્ણ કરવા કામે લાગવા કાર્યકરોને તાકીદ

મહિસાગર ભાજપે વિજયોત્સવ મનાવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો