ધો.10-12ના 30398 છાત્રો પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથીશરૂ થતી એસએસસી પરીક્ષામાં કુલ 20,110 અને એચએસસી પરીક્ષામાં 10,288 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે મળીને કુલ 30398 પરીક્ષાર્થીઓ પરિક્ષા આપશે. જેમાં 1087 બ્લોકમાં સીસીટી કેમેરા સાથે પરીક્ષા લેવાનાર છે.

મહીસાગર જિલ્લાના 6 તાલુકામાં પરીક્ષા યોજાઇ રહી છે. જેમાં S.S.C માં કુલ 20,110 અને H.S.Cમાં 10,288 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. S.S.C ના કુલ -28 સેન્ટરોથી 63 બિલ્ડીંગોમાં 699 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે H.S.Cમાં કુલ 22 સેન્ટરો સમાન્યપ્રવાહ અને 3 વિજ્ઞાન પ્રવાહના સેન્ટરો ગોઠવવામાં આવ્યા છે. જેમાં 37 બિલ્ડીંગોમાં 388 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહ માટે લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર ખાતે સેન્ટરો રખાયા છે. મહીસાગર જિલ્લાના તમામ બ્લોકમાં CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. જેમાં સઘન મોનીટરીંગ કરવામાં આવશે. CCTV હોય તેવા પ્રાથમિક શાળાના પરીક્ષા બિલ્ડીંગોને મર્જ કરીને નજીકના પરીક્ષા બિલ્ડીંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મોં મીઠુ કરાવાશે

કલેક્ટરકલમ-144 મુજબ સખતાઇ પૂર્વક અમલ સાથે પ્રોત્સાહિત કરાયા છે માટે તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રોમાં આવતા વિદ્યાર્થીઓને ગોળ-ધાણા આપી શુભેચ્છા પાઠવી આવકારવામાં આવશે.

કેન્દ્રોમાં ફેરફાર

એમ.એન.પુરોહિતહાઇસ્કૂલ ગોઠીબ, આદિવાસી માધ્યમિક શાળા બટકવાડા, શારદા વિદ્યાલય કાળીબેલ, મહાત્મા ગાંધી વિદ્યામંદિર મલેકપુર તથા કે.એમ.દોશી હાઇસ્કૂલ બાકોર-પાંડરવાડાનો સમાવેશ થાય છે.

તમામ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યાં

મહીસાગર જિલ્લામાં બોર્ડની પરિક્ષા પુર્વે વહિવટી તંત્ર સજ્જ બનશે

અન્ય સમાચારો પણ છે...