• Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • મહીસાગર જિલ્લામાં તમામ પ્રકારની હોસ્પિટલ છતાં માં કાર્ડ માટે મંજૂરી નહીં

મહીસાગર જિલ્લામાં તમામ પ્રકારની હોસ્પિટલ છતાં માં કાર્ડ માટે મંજૂરી નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારે બજેટમાં માં કાર્ડ ધારકોને સારવાર માટે 2.50 લાખ રૂપિયાની લિમિટ હતી જે વધારી 3 લાખ કરી છે. અને ઢીંચણના ઓપરેશનનો પણ સમાવેશ કરીને ચાલીસ હાજર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. પરંતુ મહીસાગર જિલ્લામાં તમામ પ્રકારની હોસ્પિટલો હોવા છતાં એક પણ હોસ્પિટલમાં માં કાર્ડ માટે એપ્રુવલ ન કરતા પ્રજામાં રોષ જોવા માંડ્યો હતો.

સરકારે માં કાર્ડ ધારક પરિવારોમાં અકસ્માત,કિડનીના રોગ હાર્ટ એટેક,કેન્સર અને બાળરોગોના ઈલાજ માટે અઢી લાખ રૂપિયા કરી છે. તેમજ ઢીંચણના ઓપરેશનનો પણ સમાવેશ કરીને તેમાં પણ 40 હજાર રૂપિયાની જોગવાઈ કરી છે. મહીસાગર જિલ્લામાં માં કાર્ડ ધારકોને બરોડા કે અમદાવાદ સરકારે એપ્રુવલ કરેલી હોસ્પિટલ સુધી લાંબુ થવું પડે છે. ઘણી ઘટનાઓમાં તો દર્દી સારવાર મળતા પહેલા મૃત્યુ ને ભેટે છે. બાલાસિનોર કે.એમ.જી હોસ્પિટલ, લખવાનું દવાખાનું સહીત લુણાવાડા શહેર મીડીકલ ક્ષેત્રે નામના ધરાવે છે જિલ્લામાં સ્પેસ્યાલીસ્ટ, હાટ સ્પેસ્યાલીસ્ટ,ઓથોપેડિક,લખવાના સ્પેસ્યાલીસ્ટની હોસ્પિટલો છે. પરંતુ એક પણ હોસ્પિ.ગવર્મેન્ટ માં કાર્ડ એપ્રુવલ ન કરતા માં કાર્ડ ધારકો ને બરોડા કે અમદાવાદ જવું પડે છે. જેથી બાલાસિનોર કે.એમ.જી હોસ્પિટલ અથવા લુણાવાડાની કોઈ હોસ્પિટલને માં કાર્ડ નું એપ્રુવલ સરકાર દ્વારા આપવામાં આવે તેવી માગ ઉગ્ર બની છે.

અન્ય સમાચારો પણ છે...