• Gujarati News
  • લુણાવાડા પાસે પિસ્તોલ તથા 4 કારતૂસ સાથે 2 યુવકો ઝડપાયા

લુણાવાડા પાસે પિસ્તોલ તથા 4 કારતૂસ સાથે 2 યુવકો ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરપોલીસે ગુપ્ત બાતમીને આધારે મુળ મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામના તથા ચોરીના ઇરાદે લુણાવાડા તરફ આવતા બે યુવકને પિસ્તોલ સાથે ઝડપ્યા હતા.

મહીસાગર પોલીસવડાને મળેલ ગુપ્ત બાતમીના આધારે તેમણે મહીસાગર એલસીબી પોસઇ આર.જે.ચુડાસમા તથા એસઓજી પોસઇપટેલને સિગ્નલી નજીક વોચ ગોઠવવા સુચના આપી દીધી હતી. જેના આધારે ટીમે વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ હતુ. જે દરમિયાન સામેથી આવતી નંબર વગરની નવી હોન્ડાસાઇન પર આવતા બે યુવકોને ઉભા રાખી તપાસ કરતાં તેમની પાસેથી એક પિસ્તોલ તથા ચાર કારતૂસ નીકળતાં પોલીસ અચંબામાં પડી ગઇ હતી. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાના નામ ભરત(રામા) ડાંગી(રહે.સુલીયાત) તથા વિજય ગોડ(રહે.વીરણીયા) બતાવ્યા હતા. બંને ચોરી તથા બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

ચોરીના અન્ય ભેદ ઉકેલાવાની આશા

ચોરીકરવાનાઇરાદે નીકળેલા બે યુવકો ઝડપાતાં પોલીસને જિલ્લામાં ભૂતકાળમાં બનેલા અન્ય ચોરીના ગુનાઓ પણ ઉકેલાવવાની આશા જન્મી છે. જેના આધારે પોલીસે યુવકોની મોબાઇલ ડીટેલ તથા અન્ય વિગતોને આધારે વધુ તપાસ હાથ ધરી છે.