તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૂફાન ગાડીએ રિકશાને ટકકર મારતાં બેનાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાતાલુકાના પાવાપુર ગામે પરત ફરી રહેલી રિકશાને કાળમુખી તૂફાન ગાડીએ ટકકર મારતા બે આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નીપજયા હતા. તૂફાન ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.

ગત રોજ સાંજના અરસામાં પાવાપરુ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી સીએનજી રિકશાને તૂફાન ચાલકે રિકશાને ધડાકાભેર ટકકર મારી હતી. જેના કારણે રિકશા પલટી ખાઇ જતા ઇમરાન શબ્બીરભાઇ ચૌહાણ અને શાકભાજી લઇને પરત ફરતા સંજય જયંતી દંતાણીના શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જે તેઓનું ઘટના સ્થળે પ્રાણપંખેરુ ઉડી ગયુ હતુ. અકસ્માત કર્યા બાદ ચાલક તેની ગાડી ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયો હતો. મૃતકના સગાને અકસ્માતની જાણ થતા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...