તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • મહિસાગરના પાસ કન્વીનર વીરેન્દ્રની પાસા હેઠળ ધરપકડ

મહિસાગરના પાસ કન્વીનર વીરેન્દ્રની પાસા હેઠળ ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિસાગરજિલ્લાના પાસ કન્વીનર વિરેન્દ્ર પટેલ સામે આર્મસ એકટ સહિતના નોંધાયેલા ગુનાઓને આધારે પોલસ દ્વારા પાસાની કાર્યવાહી કરતા કલેક્ટર દ્વારા પાસાનો હુકમ કરવામાં આવી હતી. જેથી તેની પાસા હેઠળ ધરપકડ કરી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

મહિસાગર જિલ્લાના પાસ કન્વીનર વિરેન્દ્ર પરસોત્તમ પટેલ (રહે, નાના ધરોળા, કડાણા) સામે તાજેતરમાં આર્મ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. ઉપરા દાહોદ તાલુકા પોલીસ મથકે પણ આજ વર્ષના સમય ગાળા દરમિયાન તેમજ લુણાવાડામાં જાહેરનામાના ભંગ બદલ બે ફરિયાદ થઇ હતી. જેથી અગાઉ નોંધાયેલા ગુનાઓને આધારે મહિસાગર પોલીસ દ્વારા ...અનુસંધાન પાના નં.2પાસાની કાર્યવાહી કરવામાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા પાસાનો હુકમ કર્યો હતો. જેના આધારે મહિસાગર જિલ્લા પોલીસ વડા ર્ડા. નરેન્દ્ર કે. અમીનની સુચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સી.સી.ખટાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે.અસારી એલસીબી મહિસાગર તથા કડાણા પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.પટેલ દ્વારા મહિસાગર જિલ્લાના પાસ કન્વીનર વિરેન્દ્ર પટેલની પાસા વોરંટ બજવણી કરી ધરપકડ કરવામાં આવી હતી. અને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પાસ કન્વીનર વિરેન્દ્ર પટેલની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તસવીરજીગર પંડ્યા

ધરપકડ કરી સુરત મધ્યસ્થ જેલમાં મોકલાયો

તાજેતરમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો

અન્ય સમાચારો પણ છે...