તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન-વે જાહેર માર્ગનો અમલ થતાં ટ્રાફિકની સમસ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાજીલ્લાનું મુખ્ય મથક હોવાથી નગરમાં દિનપ્રતિદિન ટ્રાફિકમાં વધારો જોવા મળે છે. ત્યારે લુણાવાડા નગરનો પ્રવેશવાનો મુખ્ય માર્ગ દરકોલી દરવાજા પાસે અને બસ ડેપો પાસે આવેલ વાવવાળા શોપીંગ સેન્ટરના માર્ગને વન-વે જાહેર કરવામાં આવ્યો છે.

માર્ગ પર ટ્રાફિક બ્રિગ્રેડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પરતુ ટ્રાફિક જવાનોની અવગણના કરી પોતાનું વાહન વન-વે માર્ગ પર પણ હકારે છે. જેમાં બસ ડેપો પાસે આવેલ વાવવાળા શોપીંગ સેન્ટરના માર્ગ પર મહિલા ટ્રાફિક બ્રિગ્રેડ મુકવામાં આવેલ છે. મહિલા ટ્રાફિક દ્વારા વાહન ચાલકોને રોકવા છતાં તેમની અવગણના કરી પોતાનું વાહન વન-વે માર્ગ પર હકારી દે છે. ત્યારે લુણાવાડા ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરેલા વન-વે માર્ગ પર ટ્રાફિકબ્રિગ્રેડના જવાનો મુકી અને ચુસ્ત પણે વન-વે માર્ગનો અમલ થાય તેવી કાર્યવાહી કરવી જોઇએ. જેથી કરીને નગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બને અને નવાર નવાર ટ્રાફિકજામ થવાની સમસ્યામાંથી રાહત મળે તે માટે લુણાવાડા ટ્રાફિક પોલીસ દ્વારા કડક અમલ કરવો જોઇએ. અત્રે સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી કોટ વિસ્તારમાં ભારે વાહનોનો પર પ્રતિબંધ હોવા છતાં પણ વાહન ચાલકો પોતાની મનસ્વી રીતે મોટા ભારે વાહન ચાલકો પોતાની મનસ્વી રીતે વાહનો હકારે છે.

ભારે વાહનોનો પર પ્રતિબંધ મુકાયો

સવારના 8 થી સાંજના 8 સુધી બંધ

અન્ય સમાચારો પણ છે...