જબુગામ સ્થિત દ્વારકાધીશ હવેલીમાં હિંડોળાદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયાની ગણેશ સુગરને રાષ્ટ્રીય કક્ષાનો બેસ્ટ ઓવરઓલ પર્ફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો. નેશનલ સુગર કાનપુરના ડાયરેકટર નરેન્દ્ર મોહનના હસ્તે એવોર્ડ અપાયો હતો.

ચરોતર કાનમ એજ્યુકેશન-મેડિકલ ટ્રસ્ટ સંસ્કાર ભૂમિ સ્કૂલ ઓફ એક્સેલન્સ વડુ દ્વારા શાળામાં બાલવાડી અને પ્રાથમિક વિભાગના આચાર્યો, ભૂલકાંના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતંુ.

વાલિયાની સુગરને રા.કક્ષાનો એવોર્ડ

લુણાવાડા |મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની રોજ વિવિધ રીતે ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે કિસાન હાઇસ્કૂલ લુણાવાડામાં પણ ઉજવણી અંતર્ગત મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રાજપારડી |ઝગડીયા તાલુકાના રતનપુર ગામે રહેતા સિદી કોમના યુવાનોએ આફ્રિકન સિદી ગોમાડાન્સના વારસાને જાળવી રાખ્યો છે. દેશ તથા વિદેશમાં તેઓ પોતાની કલાને પ્રદર્શિત કરી રહયાં છે. સિદી યુવાનો માથે મોરપંખનો મુગટ પહેરે છે.

કિસાન હાઇસ્કૂલ લુણાવાડા ખાતે મહિલા શિક્ષણ દિવસ ઉજવાયો

રતનપોરના સીદીઓએ ગોમા ડાન્સની પરંપરાને જીવંત રાખી છે

બોડેલી |બોડેલી માર્કેટ સમિતિમાં જિ. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ખેડૂતોને બાગાયતી કિટનું વિતરણ કરાયું હતું.

બોડેલી માં ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ફતેપુરા |ફતેપુરા તાલુકાની તેરગોળા શાળા ખાતે આવેલ કુમાર અને કન્યા શાળાના ધોરણ 1 અને 2માં અભ્યાસ કરતા બાળકોને ફતેપુરાના ડૉક્ટર જે.ડી.પટેલ તેમજ તેમના પરિવાર દ્વારા મફત ગણવેશ આપવામાં આવ્યો હતો. બે વર્ગના 56 બાળકોને શાળા ગણવેશ અપાયો હતો. શાળાનો ગણવેશ મળતાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

ફતેપુરામાં શાળાના બાળકોને ગણવેશ અપાયા

દાહોદ |દાહોદ શહેરમાં યુનિટી ફાઉન્ડેશન દ્વારા દાહોદ શહેરમાં કેન્સર, થેલેસેમિયા, સીકલસેલની બીમારીથી પીડાતા 25થી વધુ બાળકોને ભેગા કરવામાં આવ્યા હતાં. બાળકોને રમતો રમાડીને તેમની સાથે સમય પસાર કરીને નાસ્તો તેમજ ગિફ્ટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શદરભાઇ દેસાઇ, યુસુફીભાઇ કાપડિયા અને યુનિટી ફાઉન્ડેશનના સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતાં.

દાહોદમાં યુનિટી ફાઉન્ડેશન દ્વારા થેલેસેમિયા, કેન્સરના 25 જેટલા બાળકોને ગિફ્ટ અાપવામાં આવી

દાહોદ |દાહોદ શહેરના ગુજરાતી વાડ વિસ્તારમાં પાંચમી ઓગસ્ટે ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલાની હત્યા બાદ દાગીનાની લૂંટ કરવાની સનસનાટીભરી ઘટના બની હતી. સમગ્ર ઘટનાને ચાર દિવસ થયા હોવા છતાં પોલીસ ભેદ ઉકેલવામાં સફળ થઇ હતી. આથી રોષે ભરાયેલા વણિક સમાજ દ્વારા ગત બુધવારે હેડક્વાટર ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગુનાની તપાસ અન્ય એજન્સીને આપવાની માગ પણ તેમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દાહોદના ગુજરાતી વાડ વિસ્તારમાં રહેતાં 72 વર્ષિય સત્યવતિબહેન કડકિયાનું ઘરમાં ઘૂસીને લુટારુઓએ હત્યા કરીને શરીરે પહેરેલા રૂા.2.61 લાખના દાગીનાની લૂંટ કરી હતી. ગંભીર ગુનાની તપાસમાં કોઇ પ્રગતિ નહીં હોવાથી વણિક સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી. બુધવારે હત્યારાને જેર કરો,આવી ઘટનાઓ અટકાવોના નારા સાથે હેડક્વાટરડીવાયએસપી પટેલને આવેદન આપ્યું હતું. તેમાં જણાવાયું હતું કે, અમારા સમાજની બહોળી વસ્તિ ધરાવતા અને એકલા રહેતાં વૃદ્ધોને નિશાન બનાવાય છે. છેલ્લા ત્રણ મહિનામાં પોલીસ ચોપડે બે કે ત્રણ બનાવ નોંધાયા છે પરંતુ હકીકતમાં 10-12 જેટલા આવા બનાવ બન્યા છે.

દાહોદમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાના વિરોધમાં રોષિત વણિક સમાજનું આવેદન

અંકલેશ્વર |અંકલેશ્વરની શૈશવ સ્કૂલમાં રક્ષાબંધન ઉજવાઇ હતી. જેમાં દિવ્યાંગ બાળકોનેે રાખડી બાંધી તેમને બિસ્કિટ, નોટબુક, પેન્સિલ અને મીઠાઇ આપી હતી. સર્જિતા સહેલીના શુગનાએ જણાવ્યું હતું કે સમાજમાં આવા દિવ્યાંગ પણ છે જેમને હૂંફની વધુ જરૂર છે.

શૈશવ સ્કૂલમાં રક્ષાબંધન

ભરૂચ |ભરૂચમાં કાર્યરત બેબ્રા વેલફેર સોસાયટીના ઉપક્રમે ઘરડાઘરમાં રહેતાં વયસ્કો માટે પ્રવાસનું આયોજન કરાયું હતું. તેમને ગુમાનદેવ, કેવડીયા અને પોઇચા સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળોએ દર્શન કરાવવામાં આવ્યાં હતાં. સંસ્થાના નીરવ પુરોહિત, ચેતના ગજેરા સહિતના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ભરૂચમાં વયસ્કો માટે પ્રવાસનું આયોજન કરાયું

અંકલેશ્વર |અંકલેશ્વર શહેર તેમજ નોટીફાઈડ ભાજપ દ્વારા 75માં શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્વતંત્ર સેનાની ઈશ્વર કાયસ્થ અને વરિષ્ઠ નાગરિક ડાહીબેન રાણાનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં કારોબારી ચેરમેન સંદીપ પટેલ,નોટીફાઈડ ભાજપ પ્રમુખ ભરત પટેલ વગેરે જોડાયા હતા.

અંકલેશ્વર ભાજપે શહીદોને શ્રદ્ધાંજલિ અાપી

રંધીકપુરથી સંજેલી મંદિર ખાતે કાવડ યાત્રાનું આગમન થશે

સંજેલી |પવિત્ર શ્રાવણ માસને લઇને ભાવિક ભક્તો સંજેલી ખાતે આવેલા શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે રંધીકપુર ખાતે આવેલી કબુતરી નદીમાંથી કાવડયાત્રામાં ગંગાજળ લાવીને સંજેલીના મહાદેવ મંદિરે ભોળાનાથને જળાભિષેક કરશે. લગભગ 111 જેટલા કાવડ યાત્રીઓ જોડાય તેવી ધારણા છે.

કારઠની શાળાના શિક્ષિકા સુગમ સંગીતમાં તાલુકામાં પ્રથમ

દાહોદ |ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઊજવાઈ રહેલ કલા મહાકુંભ 2017માં ઝાલોદ તાલુકા કક્ષા નો કલા મહાકુંભમાં ગ્રામ સેવા માધ્યમિક અને ઉ.મા વિદ્યાલય કારઠના શાળાના શિક્ષિકા કે ડી મહીડા સુગમ સંગીતમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવ્યા હતા. ઉપરાત સમૂહ ગીતમાં કટારા સુમિત્રા અને ગ્રૂપ, ગરબામાં ભેદી નીરાલી અને ગ્રૂપ તેમજ વાસળી વાદનમાં બીલવાલ રવિન પ્રથમ આવ્યા હતા.

700 વર્ષ જૂનું શારનેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતીક

બોડેલી |બોડેલી તાલુકાનું 700થી વધુ વર્ષ જૂનું ઐતિહાસિક શારનેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ હોઇ તેના પ્રત્યે શિવભક્તોમાં અનેરી શ્રદ્ધા છે. હાલ શ્રાવણ મહિનામાં લઢોદના શિવ મંદિરમાં શિવજીને રીઝવવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે.

જબુગામમા કાંકરોલી,મથુરા-જતીપુરાની યાદ અપાવે તેવા હીંડોળામાં ઠાકોરજીને ઝુલાવાયા હતા. આરતી ઉતારી વૈષ્ણવો હાથમાં પવિત્રા અંગીકાર કરીને ભાગ્યવાન બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...