તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • લુણાવાડા પાલિકાના કોંગ્રેસી શાસનમાં લઘુમતી વિસ્તારો વિકાસથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા પાલિકાના કોંગ્રેસી શાસનમાં લઘુમતી વિસ્તારો વિકાસથી વંચિત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડાનાજુના કાછીયાવાડ, મોટા ડબગરવાડ, નુરાની કોલોની, મધવાસ દરવાજા સહિતના લઘુમતી વિસ્તારો લુણાવાડા પાલિકાના કોંગ્રેસી શાસનમાં વિકાસથી વંચિત જણાઈ રહ્યા છે લાંબા સમયગાળાથી પ્રજા ઉબડ-ખાબડ રસ્તાઓ અને ગટરોના ગંદા પાણીથી પ્રજા હેરાન પરેશાન થઇ ગઈ છે.

આના જાગૃત રહીશોમાં ચર્ચાઇ રહ્યા મુજબ કોર્પોરેટરો કોન્ટ્રાકટરો બની ગયા છે અને વિકાસ કોનો થઈ રહ્યો છે તે પણ જણાઈ રહ્યું છે. કાગળ પરના અઢળક કામો પણ સ્થળ પરની ઓછી ગુણવત્તાના કારણે જણાતા નથી જ્યાં રસ્તાની જરૂર નથી અથવા તો સારા રસ્તાઓ છે ત્યાં લાખો રૂપિયાનો ધુમાડો કરી રસ્તાઓ બનાવે છે અને જ્યાં રસ્તાઓની જરૂર છે તે વિસ્તારને લાભથી વંચિત રાખી તંત્ર શું દેખાડવા માંગે છે પરિણામે પ્રજામાં અંદરખાને રોષની લાગણી જણાઈ રહી છે પાલિકા પ્રમુખના વિસ્તારનો માર્ગ જો ૧૦ દિવસની અંદર નવેસરથી બનાવી દેવામાં આવતો હોય તો પછી લઘુમતી વિસ્તારોના માર્ગોનું કેમ નવીનીકરણ એક વરસ જેટલા લાંબા સમયગાળા બાદ પણ કરવામાં આવતું નથી. કાઉન્સિલરો પોતાના મત વિસ્તારમાં વિકાસના કાર્યો કરવાને બદલે ફોટોસેશન માં વ્યસ્ત દેખાઈ રહ્યા છે.

માર્ગ એકદમ ધૂળિયો અને ઉબડ ખાબડ છે

ત્યાંશાળામાં અવર જવર કરવા માટે ઉપયોગમાં લેવાતો માર્ગ ગટરના ગંદા પાણીથી નર્કાગાર બની જતા સમાજ માટે કઇંક કરી દેવાની જીજ્ઞાસા રાખતા વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર બની જાય છે તેમજ તંત્ર તેમના ઉતમ ભવિષ્ય સાથે ચેડા કરે છે તેઓ આભાસ થયા કરે છે તો બીજી તરફ વહાલા દવલાં ની નીતિથી નુરાની કોલોનીમાં ફક્ત ૧૦ જેટલા મકાનો માટે પાકો આરસીસી રોડ કરી દેવામાં આવે છે તો તેની વિરુધ ૧૦૦ જેટલા મકાનો તેમજ મસ્જિદમાં ઈબાદત કરવા માટે ઉપયોગમાં લેવાતો માર્ગ એકદમ ધૂળિયો અને ઉબડ ખાબડ છે.

કાઉન્સિલરોપ્રજાના પૈસે મોજ કરે છે

મતવિસ્તારના કાઉન્સીલરને ઘણી બધી રજુઆતો કર્યા બાદ પણ તે આંખ આડા કાન કરી રહ્યા છે. ચૂંટણીના સમયે મતોની ભીખ માંગતા કાઉન્સિલરો પ્રજાના પૈસે મોજ કરે છે અને એક મતની કિંમત પ્રજા ભોગવી રહી છે. પ્રજા સમય વ્યર્થ કર્યા વગર એક થઇ પોતાની જવાબદારી સમજી પોતાની તાકાતનો પરચો બતાવે અને પોતાના મત વિસ્તારના કાઉન્સિલરોને કડકપણે ખખડાવી વિકાસ કરાવે તે જરૂરી.

કોર્પોરેટરો કોન્ટ્રાકટરો બની ગયા હોવાથી અવદશા : રોષની લાગણી

ઉબડ-ખાબડ રસ્તાઓ અને ગટરોના ગંદા પાણીથી પ્રજા હેરાન પરેશાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો