તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • પાટવેલથી ગાંધીનગર જતી બસ બંધ થતાં છાત્રોને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટવેલથી ગાંધીનગર જતી બસ બંધ થતાં છાત્રોને હાલાકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરાતાલુકાના પાટવેલથી ગાંધીનગર જતી એસ.ટી. બસ એકાએક બંધ કરી દેવાતાં તાલુકામાંથી ગાંધીનગર અભ્યાસ અર્તે જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થઇ છે. એસ.ટી. બસ તાત્કાલિક પુન: ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે.

જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પાટવેલથી સવારના સાડા પાંચ વાગ્યાના સમયે ઉપડી ગાંધીનગર જતી હતી. અને એસ.ટી. બસમાં તાલુકાના ફતેપુરા, નાનીરેલ, કુમાના મુવાડા, નાની મોટી નાંદુકણ, કંકાસીયા, બારીયાની હાથોડ, આમલીખેડા, બલૈયા, ગવાડુંગરા, રૂપાખેડા જેવા કુલ 19 જેટલા ગામડાના ગાંધીનગર ખાતે અભ્યાસ માટે જતાં આવતા વિદ્યાર્થીઓને એસ.ટી. બસની અનુકૂળ સુવિધા હતી. પરંતુ એસ.ટી. બસ અચાનક બંધ કરી દેવાતાં હાલ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થઇ છે અને તુટક બસોમાં જતા સમય અને નાણાનો વ્યય થઇ રહ્યો છે. તેમજ સમયસર અભ્યાસમાં પણ પહોચી શકાતુ નથી. એસ.ટી. બસ પાટવેલથી ફતેપુરા, બલૈયા, સંતરામપુર, લુણાવાડા, ધોળીડુંગરા, સાંઠળા વાયડ થઇ ગાંધીનગર જતી હતી સમયસર પહોચવા માટે અનુકુળ બસ હતી.

ST બસ પુન: શરૂ કરવા માંગ

ગાંધીનગર અભ્યાસ અર્થે જાય છે

નાણા સમયનો વેડફાટ

^અમોપાટવેલથી ગાંધીનગર જતી એસ.ટી. બસમાં અભ્યાસ અર્થે ગાંધીનગર જતાં અને અમો સમયસર અભ્યાસમાં જોડાઇ જતાં હતા. પરંતુ બસ બંધ થઇ જતાં અમો તુટક બસમાં જતા હોઇ સમયસર પહોચી શકતા નથી. તેમજ નાણા અને સમયનો વેડફાટ થાય છે. પાટવેલ ગાંધીનગર બંધ થયેલ એસ.ટી. બસ તાત્કાલિક ચાલુ થાય તેવી અમારી માંગ છે.>નિલયકુમાર લબાના,વિદ્યાર્થી,બલૈયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો