તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • જુમ્મા મસ્જિદમાં દારૂની મહેફિલ બાદ 4નો સિક્યુરિટી પર હૂમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુમ્મા મસ્જિદમાં દારૂની મહેફિલ બાદ 4નો સિક્યુરિટી પર હૂમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પવિત્રયાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી ઐતિહાસીક જુમ્મા મસ્જિદમાં ચાર શખ્સોને દારૂની મહેફિલ કરતા રોકનાર પુરાતત્વ વિભાગના સિકયુરીટી જવાન પર હૂમલો કર્યો હતો. ફરજ પરના જવાને પોલીસને જાણ કરતાં તમામની અટક કરવામા઼ આવી હતી. અને મામલતદાર સમક્ષ રજૂ કરાતા જામીન મુક્ત કર્યા હતાં.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારુબંધીનો કડક અમલ થઇ રહયો છે. ત્યારે પાવાગઢ ખાતે જુમ્મા મસ્જીદમાં રાત્રીએ દારુની મહેફીલ માણનારા તત્વોને ફરજ પરના સિકયુરીટી જવાન પ્રવિણભાઇ ચારણે રોકતા આરોપીઓએ તેઓ પર હુમલો કરી ગણવેશ ફાડી નાંખ્યો હતો.

તા.18 માર્ચના રોજ રાત્રે બનાવ બનવા છતા પાવાગઢ પોલીસે લેખિત ફરીયાદને ધ્યાનમાં લીધી નથી. તે અંગે આશ્ચર્ય ઉપજે છે. બનાવ સંદર્ભે ફરીયાદીએ પોતાની અરજીમાં જણાવ્યા મુજબ ભારતીય પુરાતત્વ વિભાગ પાવાગઢના રાષ્ટ્રીય સ્મારક જામા મસ્જીદ ઉપર રાત્રે આશરે 10 વાગ્યા બાદ અંદરના ભાગે ચારથી પાંચ ઇસમો બેઠા હતા. અને તેઓ દારૂ પીતા હતા. જેથી સિકયુરીટી જવાને લોકોને મસ્જીદમાંથી બહાર નિકળવાનું કહેતા તેઓ પીધેલી હાલતમાં હતા. અને ઉશ્કેરાઇને

...અનુસંધાન પાના નં.2

હું ગભરાઇ જઇ સંતાઇ ગયો હતો

^બનાવનીરાત્રે હું એકલો હોઇ સામે ચારથી પાંચ ઇસમો દારૂ પીઘેલી હાલતમાં હતા. અને મારા પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી પથ્થરમારો કરતા હું ગભરાઇ જઇ સંતાઇ ગયો હતો. આરોપીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરુરી છે. >પ્રવિણભાઇ સવસુરભાઇચારણ, સિકયુરિટીગાર્ડ, જામા મસ્જિદ

ઐતિહાસિક ઇમારતમાં ગોરખધંધા

આખરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં ચારે હૂમલાખોરોની અટક કરાઇ

પાવાગઢ મસ્જિદમાં દારૂની મહેફિલ માણવાની ના પાડનાર જવાનના કપડા ફાડી નાંખ્યા

બંદોબસ્ત ગોઠવાય તે અત્યંત જરૂરી

ઐતિહાસિકસ્થાપત્ય ધરાવતા પાવાગઢ એક ધાર્મિક સ્થળ પણ છે અને આગામી પવિત્ર ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન રોજ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે ત્યારે હુમલાની ઘટના બાદ પોલીસ કેટલી સતર્કતા દાખવશે અને તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.

ઘટનામાં પોલીસ તંત્રની બેદરકારી

^જુમા મસ્જીદ ખાતે સીક્યુરીટી ગાર્ડ પર હુમલાની ઘટના નિદનિય છે. ઐતહાસીક ઇમારત છે. અહીં આવી ઘટના સર્જાય તે પોલીસની નાકામી સાબિત કરે છે. પ્રવાસીઓમાં પણ ખોટો સંદેશ ફેલાય છે. પાવાગઢના પ્રવાસન ક્ષેત્રે ધક્કો પહોંચે છે. >કનુભાઇ ચારણ,સુપ.,,આર્કીયોલોજી

મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા

^પાવાગઢજુમ્મા મસ્જીદ ખાતે સાચવણી કરતા સિકયુરિટી ગાર્ડ સાથેના થયેલ બનાવમાં તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ મામલતદાર સમક્ષ તમામના જામીન લેવડાવવાાં આવ્યા છે. >બી.એસ.રાઠોડ, PSI, પાવાગઢ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો